એઈમ્સનો એક વિદ્યાર્થી પણ કોરોનાગસ્ત, તમામને હોમ આઈસોલેટ થયા
શહેરમાં કોરોનાના એક સાથે 21 કેસ સામે આવ્યા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 77 થઈ છે જ્યારે કુલ કેસનો આંક 63942 થયો છે અને ટૂંક સમયમાં 64000ને પાર થાય તેવી શક્યતા છે. જે નવા 21 કેસ આવ્યા છે તેમાં સૌથી મહત્ત્વના 9 કેસ છે આ તમામ કિસાનપરા ચોક સ્થિત એક એપાર્ટમેન્ટમાં સામે સામે ફ્લેટમાં રહેતા બે પરિવાર છે. બંને પરિવારના એક એક સભ્યને કોરોનાને લગતા ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
- Advertisement -
જેને લઈને બંને પરિવારે બધાના ટેસ્ટ કરાવતા બે વ્યક્તિને બાકાત રાખી બધાને કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો છે. બંને પરિવારોએ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી કે પછી પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યા હોવાનું જણાવ્યું છે. એઇમ્સ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી એકને કોરોના થતા સેનિટાઈઝેશન સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે.