જૂનાગઢમાં કોરોના સંક્રમણને અટકાવવા મોતીબાગ પાસે પોલીસ દ્વારા વાહનચાલકોને માસ્ક આપવામાં આવ્યા હતા. અને માસ્ક પહેરવાથી કોરોના સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય છે તે અંગેની માહિતી આપી માસ્ક પહેરવા અપીલ કરી હતી. આમ તો પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવતો હોય છે પરંતુ જૂનાગઢ પોલીસે વિનમ્રતા દાખવી લોકોને માસ્ક આપી અને માસ્ક પહેરવા અપીલ કરી હતી.



