છેલ્લા 11 દિવસથી વેટરનરી ઇન્ટર્ન તબીબોનું આંદોલન ચાલી રહ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઇન્ટર્ન તબીબોની હડતાળનો મામલો એક વિધાર્થીનીની તબીયત લથડી હતી.છેલ્લાં કેટલાક દિવસથી જૂનાગઢ વેટરનરી ઇર્ન્ટન તબીબો હડતાલ પર છે,ત્યારે અચાનક એક વિધાર્થીનીની તબીયત લથડતા તબીબોમાં રોષ જોવા મળે છે.છેલ્લાં અગીયાર દિવસથી ચાલી રહેલી વેટરનરી ઇન્ટર્ન તબીબોની હડતાલ દરમિયાન મમતાબેન સ્વામી નામના વિધાર્થીનીની તબીયત અચાનક લથડી હતી અને તેને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવાની જરૂર પડી હતી.સરકાર સામે બાંયો ચડાવનાર વેટરનરી ઇન્ટર્ન તબીબો આગળ ભુખ હડતાલ પર ઉતરવાનો કાર્યકમ પણ ધડી રહ્યાં હોવાનું જાણવા મળે છે. આ આંદોલને ભવિષ્યમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાને નકારી શકાય નહી.