ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
ગીર સોમનાથના વતની આશીષભાઇ અરજણભાઇ ઝાલા એસએસસી બોર્ડની પરીક્ષા આપવા જૂનાગઢ આવેલ અને આશીષભાઇ એસટી સર્કલથી મોતીબાગ જવા માટે ઓટો રિક્ષામાં બેઠા હતા અને તે સમયે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની પાસે રહેલ રૂ. 2,500ની કિંમતના સામાનની થેલી ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે થેલીમાં તેમના શૂઝ તથા અન્ય જરૂરી સામાન હોય.આશીષભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા તે ઓટો રિક્ષા ચાલકને શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ આ બાબતની જાણ નેત્રમ શાખા કમાન્ડ કંટ્રોલ સેન્ટરના પી.એસ.આઇ. પી.એચસ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા ગણતરીની કલાકો રીક્ષામાં ભુલાયેલ થેલો શોધી કાઢવામાં આવેલ અને પરત વિદ્યાર્થી આશિષને થેલો મળી જતા પોલીસ પરિવાર અને નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો.