ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ શહેર મધ્યાન ભોજન કર્મચારી યુનિયનના સંચાલકો દ્વારા પી.એમ.પોષણ મધ્યાન ભોજન યોજનામાં કઠોળ અને અનાજ સમયસર નહિ મળતા યુનિયન સંચાલકો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર કચરી ખાતે એક આવેદન પત્ર આપીને સમયસર અનાજનો જથ્થો મળી રહે તેવી માંગણી સાથે આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી.
મધ્યાન ભોજન કર્મચારી યુનિયન દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 1984થી ચાલતી મધ્યાન ભોજન યોજનાને વાલી તેમજ વિદ્યાર્થી તરફથી મળી રહ્યો છે.આ યોજના થકી કુપોષિત બાળકોને પોષિત કરે છે. ત્યારે હાલ આ યોજના જાણે પતનના આરે હોય તેમ જણાવ્યું હતું તેમજ સરકાર કરોડોનો ખર્ચ કરીને અનેક યોજના ચલાવે છે પણ મધ્યાન ભોજનમાં ક્યાંક દાળ નથી તો કયાંક ચોખા નથી અને ક્યાંક કઠોળ આવેતો હલકી ગુણવત્તાનું આવે છે.અગાઉ પણ ત્રણ મહિના સુધી દાળ આવેલ ન હતી ગત ફેબ્રુઆરી મહિના પણ કોઈ પણ જાતની દાળ આવેલ નહિ જયારે હાલ માર્ચ, એપ્રિલ અને મેં મહિનાની પરમીટ તાલુકા કક્ષાએ મામલતદારને આપલ હોઈ છતાં ગોડાઉન માંથી ઘવ અને ચોખા સિવાય અન્ય કોઈ અનાજનો જથ્થો આવેલ નથી જો આજ રીતે ચાલે તો મધ્યાન ભોજન યોજનાનું મેનુ કઈ રીતે મેનેજ કરવું આવી અનેક બાબતો સાથે કલેકટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી.