જૂનાગઢ આગામી 7 મી મેં એ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજનાર છે, જેને અનુલક્ષીને મહત્તમ મતદાન થાય તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના પાતાપુર ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વિદ્યાર્થિનીઓએ વોટ ફોર ઇંડિયા, મતદાન મારો અધિકાર જેવા સુત્રોચ્ચાર દ્વારા મહેંદી મુકાવી લોકોને મતદાન માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં માંગરોળ, માળિયા, કેશોદ, વંથલી તાલુકાની શાળાઓમાંથી ખૂબ મોટી માત્રામાં બહેનોએ ભાગ લીધો હતો.