ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવા અને ઇલેક્શન ફોટો આઈડેન્ટી કાર્ડ એટલે કે ચૂંટણી ઓળખ કાર્ડ માટે અરજી કરી છે, તેમને મતદાનની તારીખ પહેલા ચૂંટણી ઓળખકાર્ડ વિતરણ કરી દેવામાં આવશે.
- Advertisement -
ડિસેમ્બર-23 થી ફેબ્રુઆરી-24ના બીજા અઠવાડિયા દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધાવવા અરજી કરી હતી,તેમને પોસ્ટ મારફતે એપ્રિલ-2024ના પ્રથમ અઠવાડિયા સુધીમાં ચૂંટણી ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવશે. ફેબ્રુઆરી-2024ના બીજા અઠવાડિયાથી માર્ચ-2024 ના પ્રથમ અઠવાડિયા સુધી અરજી કરી હશે તેમને મતદાનની તારીખ પૂર્વે સુધીમાં ચૂંટણી ઓળખકાર્ડનું વિતરણ કરી દેવામાં આવશે.લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.1-1-24ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે ઝુંબેશ અને ત્યારબાદ સતત સુધારણા કાર્યક્રમ દરમિયાન નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલ અરજી ફોર્મ જનરેટ થયેલના ચૂંટણી કાર્ડ વિતરણ કરવામાં આવશે.