અન્ય હોદા પરથી સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખનાં રાજીનામા માંગ્યાં, હજુ નિર્ણય નહીં
સાંસદ, પ્રમુખ પાસે બે-બે હોદ્દા : દિલ્હી સુધી ફરિયાદો થઇ હોવાની ચર્ચા
- Advertisement -
સાંસદે ખોટા દસ્તાવેજનાં આધારે દૂધ સંઘની ચૂંટણી લડ્યાનાં આક્ષેપ થયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભાજપમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને સાંસદ રાજેશ ચુડાસમા પોતાનું વર્ચસ્વ ઉભું કરી રહ્યાં છે. પોતાની જ મનમાની ચલાવતા હોવાથી ભાજપમાં ખુબ નારાજગી વ્યાપી ગઇ છે. ભાજપમાં એક વ્યકિત એક હોદ્દાનો નિયમ હોવા છતાં તમામ ક્ષેત્રે કબજો કરી લીધો છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ જૂનાગઢ યાર્ડનાં ચેરમેન છે. તેમજ જીડીસીસી ચેરમેન પણ બની બેઠા છે. આ ઉપરાંત રાજેશ ચુડાસમા જૂનાગઢનાં સાંસદ હોવા છતા જૂનાગઢ ડેરીમાં પણ પ્રવેશ કરી લીધો છે. સાંસદ સામે જૂનાગઢ ડેરીની ચૂંટણી વખતે ખોટા દસ્તાવેજ ઉભા કર્યોનાં આક્ષેપ થયા હતાં. પરંતુ પોતાની વગ અને પાવરથી વિરોધીઓને બેસાડી દીધા હતાં. અંતે જૂનાગઢ ડેરી પ્રવેશ કરી લીધો છે. આ ઉપરાંત દિનેશ ખટારીયાનાં પત્ની જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પ્રમુખ છે. છતા પણ દિનેશ ખટારીયાને ચેરમેન બનાવ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં સહાકારી ક્ષેત્ર આ ટોળકીએ કબજે કરી લીધી છે. દરેક જગ્યાએ પોતાનુ વર્ચસ્વ સ્થાપવા નિકળેલી ટોળીની ભાજપમાં રજુઆત કરાઇ હતી. જેના પગલે ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અન્ય હોદા પરથી રાજીનામા માંગી લીધા છે. ભાજપનાં આકારા નિર્ણયથી જૂનાગઢ સહકારી ક્ષેત્રે રાજકીય ભૂકંપ આવી ગયો છે.
- Advertisement -
જૂનાગઢની આ ટોળકીને હોદા ખાલી કરેવા આદેશ થયો છે. હોદા પર ચિપકી રહેવા માટે ધમપછાડા કરી રહ્યાં છે. સુત્રોનું માનીએ તો બે દિવસ બેઠકો પણ કરી છે. પરંતુ હજુ સુધી તેમની દાળ ગળી હોય તેવું લાગતું નથી. પાટીલે રાજીનામાં તો માંગી લીધા છે.પરંતુ હજુ સુધી આખરી નિર્ણય થયો નથી. રાજીનામાં ન આપવા પડે તે દિશામાં ભાજપની આ ટોળકી કામ કરી રહી છે.મેનેજીગ ડાયરેકટર જેઠાભાઇ પાનેરાનો સંપર્ક કરતા કહ્યું હતું કે, પાર્ટીએ રાજીનામાં માંગી લીધા છે. પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય થયો નથી. બીજી તરફ સાંસદ રાજેશ ચુડાસમા અને ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ફોન ઉપાડયાં ન હતાં. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનાં અગ્રણીઓ પર પાર્ટીએ કોરડો વીંઝતા ભારે ચર્ચા જાગી છે. જિલ્લામાં પાર્ટીમાં પોતાની ઘરનીધોરાજી ચલાવતા નેતાઓ માટે બોધપાઠ સમાન છે.