જૂનાગઢ ઈન્ચાર્જ કલેકટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્ર્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને અરવિંદ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જમીન માપણી, પેશકદમી, વિકાસલક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્ર્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ જુદા જુદા પ્રશ્ર્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી, નાયબ વનસંરક્ષક ગીર પશ્ચિમ પ્રશાંત તોમર, નાયબ વન સંરક્ષક જૂનાગઢ વિભાગ અક્ષય જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.