યુવા, નિડર, કર્મનિષ્ઠ અને ઇમાનદાર આઇપીએસ જૂનાગઢનાં SP
રવિ તેજા વાસમસેટ્ટીની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
એક જ મંત્ર : મહેનત કરીએ તો નસીબને સાથ આપવો જ પડે, હાર એ આગળ વધવાની એક સીડી છે, નિરાશ ન થવું જોઇએ
- Advertisement -
6 ઓગસ્ટ 2020નાં જૂનાગઢ જિલ્લા પોલીસની કમાન્ડ યુવા, નિડર, કર્મનિષ્ઠ આઇપીએસ રવિ તેજા વાસમસેટ્ટીએ સંભાળી. માંગરોળમાં એક વર્ષ એએસપી તરીકે કામ કર્યુ હોવાનાં કારણે જૂનાગઢ જિલ્લાની ભૌગોલીક સ્થિતી અને પોલીસ વિભાગથી બખુબી વાકેફ હતાં. જૂનાગઢ જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ર્ન જુદીજુદી ગેંગ અને મોટા બુટલેગરનો હતો. જૂનાગઢમાં એસપી તરીકે આવ્યા બાદ પહેલા વહેલા આવી ગેંગને તોડવાનો અને બુટલેટરોને પાસ કે તડીપાર કરવાનું અભિયાન શરૂ કર્યું. આજે જૂનાગઢમાં ગેંગ ઓછી થઇ છે અને મોટા બુટલેગરો જોવા મળતા નથી. જૂનાગઢ જિલ્લામાં કામ કરવાની પધ્ધતી, પડકાર અને તેમોનાં લક્ષ્યાંકને લઇ એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ ‘ખાસ-ખબર’ સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી અને યુવાનને નશાથી દુર રહેવા અને કયારે પણ નિરાશ ન થવા અપિલ કરી…
10 એપ્રિલ 1991માં હૈદરાબાદમાં રવિ તેજા વાસમસેટ્ટીનો જન્મ થયો. હૈદરાબાદની સેન્ટ. એન્થોની હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો. વીઆઇટી યુનિવર્સીટીમાં બી.ટેક અને મિકેનિકલ એન્જિનિયર સુધી અભ્યાસ કર્યો. પરંતુ બાળપણથી જ આઇપીએસ બનવાનુ સ્વપ્ન જોયું હતું. આ લક્ષ્ય પૂર્ણ કરવા અથાક મહેનત કરી હતી. એક સમય એવો આવ્યો કે બાળપણમાં જોયેલુ સ્વપ્ન સાકાર થયું. વર્ષ 2015માં આઇપીએસ બની બહાર આવ્યાં. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી 2015 ગુજરાત બેંચનાં આઇપીએસ છે. 11 ડિસેમ્બર 2016માં પ્રોબેશનર સમયગાળામાં એક વર્ષ સુરત રહ્યાં.
પ્રાથમિક શિક્ષણથી જ IPS બનવાનો લક્ષ્યાંક રાખ્યો: IPSમાં સિલેકશન એ જીવનનો ટર્નિંગ પોઇન્ટ
લક્ષ્યાંક : લોકો અને પોલીસ વચ્ચે ડર ખતમ થાય
- Advertisement -
આગામી લક્ષ્યાંક શું છે ? તેના જવાબમાં એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ કહ્યું હતું કે, પોલીસ અને લોકો વચ્ચે એક અંતર છે. છેલ્લાં કેટલાક વર્ષમાં તે ઓછું થયું છે. લોકો પોલીસથી ડર્યા વિના આગળ આવી રહ્યાં છે. તેમા ઘણો સુધારો આવ્યો છે. 10 વર્ષમાં લોકો અને પોલીસ વચ્ચે ડર ખતમ થાય તેવું કરવું છે. જેથી ગુનેગારોમાં પડકવામાં લોકો પણ મદદરૂપ બનવા લાગે.
પડકાર : દરિયા કિનારાનાં કારણે એલર્ટ રહેવું પડે છે
જૂનાગઢ જિલ્લામાં કયાં પ્રકારનાં પડકાર છે ? તેના જવાબમાં કહ્યું હતું હતું કે,પહેલા 40કિમી જેટલો દરિયા કિનારો છે. જેના કારણે હંમેશા એલર્ટ રહેવું પડે છે. ગેરકાયદેસર ખનનનો પ્રશ્ર્ન છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે.પ્રોહીબીશનનાં પ્રશ્ર્ન છે પરંતુ અન્ય જિલ્લાની સરખામણીએ જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરી થઇ રહી છે. ડ્રગ્સનું સેવન વધી રહ્યું છે તે પણ એક પડકાર છે. પોલીસે ક્ધટ્રોલ કર્યો છે. જૂનાગઢ જિલ્લામાંથી ડ્રગ્સનાં કેટલાક કિસ્સા સામે આવ્યાં છે. પોલીસને ડ્રગ્સનાં નેટર્વક સામે કામગીરી કરી છે. કામ જ બોલે છે તેમ લોકોમાં પણ જાગૃતિ આવી છે. ડ્રગ્સની વિગત લોકો પણ હવે મને આપી રહ્યાં છે. જેનાં નામ પણ ગુપ્ત રાખવામાં આવી રહ્યાં છે.
જાગૃતિ : હનીટ્રેપ અને સાયબર ક્રાઇમમાં લોકોએ જાગૃત થવું પડશે
લોકોને શું સંદેશ કે અપિલ છે ? તેના જવાબમાં કહ્યું હતું કે,ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. પરંતુ લોકોમાં હજુ જાગૃતી આવી નથી. સાયબર ક્રાઇમ થઇ રહ્યું છે. ભણેલા લોકો અજાણ્યા કોલમાં ફસાઇ જાય છે. ઓટીપી આપી દે છે. તેવી જ રીતે હનીટ્રેપનાં કિસ્સા પણ વધ્યાં છે. 50 જેટલા કેસ આવા આવ્યાં છે. લોકોએ જાગૃત થવાની જરૂર છે. અજાણ્યા કોલ કે વિડિયો કોલ ઉપાડવો જોઇએ નહી. સાયબર ક્રાઇમની જાગૃતિ માટે પોલીસ દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં હોડીંગ્સ લગાવ્યાં છે. કલાકારો પાસે અપીલ કરાવી છે. લોકો તાત્કાલીક રીપોર્ટ કરે તે જરૂરી છે. કેટલાક ગુનામાં રૂપિયા પરત લાવ્યાં છીએ.
7 ઓક્ટોબર 2017નાં નખત્રાણામાં એએસપી તરીકે ફરજ બજાવી. અહીંથી 2018માં જૂનાગઢ જિલ્લાનાં માંગરોળમાં એએસપી તરીકે મુકાયા. બાદ 4 ઓક્ટોબર 2018માં અમદાવાદ ઝોન -5માં ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્યો. અમદાવાદમાં 11 મહિના ફરજ બજાવ્યા બાદ જૂનાગઢ જિલ્લામાં એસપી તરીકે 6 ઓગસ્ટ 2020માં નિયુક્તી થઇ. જૂનાગઢ જિલ્લાનાં પોલીસ વડા બનતા પહેલા એક વર્ષ માંગરોળમાં એએસપી રહેવાનાં કારણે જૂનાગઢની ભૌગોલીક સ્થિતી, ક્રાઇમ હિસ્ટ્રી અને જૂનાગઢ જિલ્લાનાં પોલીસ વિભાગથી વાકેફ હતાં. જૂનાગઢ જિલ્લામાં પડકારો અને તેના સમાધન પણ જાણતા હતાં,સાથે પોલીસ જવાનોની કામગીરી અને તેના સ્વભાવથી પરિચીત હતાં.જેના કારણે જૂનાગઢ જિલ્લામાં કામગીરી કરવામાં કયાંઇને કયાંઇ સરળતા રહી છે. રવિ તેજા વાસમસેટ્ટી જૂનાગઢને યુવા,નિડર, કર્મનિષ્ઠ અને ઇમાનદાર આઇપીએસ મળ્યાં છે. ગુના અને ગુનાગારની જડ સુધી પહોંચે છે. દરેક બાબતમાં ઉંડાણ પૂર્વક તપાસ કરી આગળની કાર્યવાહી કરે છે. તેમનાં જ વિભાગનાં કર્મચારીઓની મળતી ફરિયાદમાં પણ તેવો બેથી વધુ જગ્યાએ તપાસ કરી કાર્યવાહી કરે છે,જેથી કરીને કર્મચારીઓને અન્યાય ન થઇ જાય. કામનો સંપૂર્ણ જશ ટીમને આપે છે. એવા નિડર અને બાહોશ આઇપીએસ રવિ તેજા વાસમસટ્ટીએ કહ્યું હતું કે,બાળપણથી જ આઇપીએસ બનવું હતું. એજ લક્ષ્ય લઇ આગળ વધ્યાં હતાં. વર્ષ 2015માં મારું સિલેકશન થયું,તે જીવનનો ટ્રનિંગ પોઇન્ટ હતો. મારે જે બનવું હતું તે હું બની ગયો હતો. હવે મારે જે કરવું છે તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મહેનતનો કોઇ વિકલ્પ નથી. 95 ટકા મહેનત અને પાંચ ટકા નસીબ ઉપર આધાર રાખું છું. મહેનત કરીએ તો નસીબે સાથ આપવો જ પડે છે. યુવાનો મહેનત કર્યા પછી યોગ્ય લક્ષ્યાંક સુધી પહોંચતા નથી તો નિરાસ થઇ જાય છે. છાત્રોએ લક્ષ્ય હંમેશા ઉચ્ચા રાખવા જોઇએ.નિરાશ થવું ન જોઇએ. હાર એ એક આગળ વધવાની સીડી છે. જે જીવનમાં સફળતા તરફ પહોંચાડે છે.
જૂનાગઢ જિલ્લામાં કાયદો વ્યવસ્થાનો સફળતાનો મંત્ર શું ? તેના જવાબમાં કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલા જૂનાગઢમાં જુદીજુદી ગેંગ હતી. આજે કોઇ ગેંગ રહી નથી. શહેર અને જિલ્લામાં મહોલ સુર્ધ્યો છે. લોકોમાંથી ડર દુર થઇ રહ્યો છે. લોકો પોલીસ સુધી આવી રહ્યાં છે. દરેક અરજદારને સાંભળવામાં આવે છે. તેની અરજીનો તાત્કાલીક નીકાલ કરવામાં આવી રહ્યો છે. દરેક ગુના તાત્કાલીક ઉકેલાય તેવું કરવામાં આવી રહ્યું છે. 95 ટકા ગુનાનો ભેદ બેથી ત્રણ દિવસમાં ઉકેલવામાં આવ્યો છે. ગુનેગાર વધુ સમય બહાર રહેવો ન જોઇએ. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે. આજે મોટો બુટલેગરો જોવા નહી મળે. કોઇને પાસ કર્યા છે, તો કોઇને જિલ્લામાંથી તડીપાર કર્યાં છે. સફળતામાં ટીમ વર્ક છે. એલસીબી,એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ, ડિવાયએસપીઓ સહિતનાં પોલીસ જવાનો જાણે છે કે શું જોઇએ છે ? અને શું કરવાનું છે. જેનું પરિણામ મળી રહ્યું છે. મારી પાસે ખુબ જ સારી ટીમ છે. જેનું પરિણામ આજે દેખાઇ રહ્યું છે. નેત્રમ શાખાની પણ ખુબ જ સારી કામગીરી છે. જે ગુના ઉકેલવામાં મદદરૂપ બની રહી છે. ટીમ વર્કનાં કારણે મોબાઇલ ચોરતી ગેંગની પડકી 30 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. વંથલીમાં હત્યા અને લૂંટની ઘટનામાં કોઇ જ કડી મળતી ન હતી. છતા પણ 40 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. એક હથિયારનાં આરોપીને પકડી તેની જડ સુધી ગયા હતા અને 25 હથિયાર પકડયાં હતાં. ટેક્નોલોજી વધુ ઉપયોગી બને કે બાતમીદારો ? તેના જવાબમાં કહ્યું હતું કે,ટેક્નોલોજીની સાથે બાતમીદારો પણ એટલા જ ઉપયોગી છે. ઘણી વખતે ટેક્નોલોજી કામ નથી આવતી ત્યારે બાતીમદારો કામ આવે છે. ટેકનોલોજી અને બાતમીદારો બન્ને મહત્વનાં છે.
ટેક્નોલોજી અને બાતમીદારનો બખુબી ઉપયોગ કરી ગુનેગારોને જેલનાં સળિયા દેખાડ્યાં