આયુર્વેદ અનુસાર ગર્ભસંસ્કાર વિશેની સમજ અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ જિલ્લા આયુર્વેદ શાખા પંચાયત વિભાગ દ્વારા સર્વેરોગ નિદાન-સારવાર મેગા કેમ્પ યોજાયો હતો.જેમાં માળીયા(હાટીના),મેંદરડા ખાતે યોજાયેલ કેમ્પમાં 638 લાભાર્થીઓએ સારવાર લીધી હતી. 75માં આઝાદી-કા-અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન મુજબ અને જિલ્લા આયુર્વેદ અધિકારી, સરકારી આયુર્વેદ દવાખાનું બાબરાગીર, સમઢીયાળા તથા સરકારી હોમિયોપોથી દવાખાનું ભાટગામ, અરણીયાણાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપોથી સર્ગેરોગ નિદાન અને સારવાર મેગા કેમ્પનું આયોજન લોહાણા મહાજન વાડી, માળીયા (હાટીના) અને નથવાણી હોલ મેંદરડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કેમ્પમાં જૂનાગઢ જિલ્લાનાં અંદાજે 638 જેટલા દર્દીઓએ વિવિધ આયુર્વેદ તજજ્ઞો પાસે સારવાર લીધેલ, 171-દર્દીઓએ હોમીયોપોથી નિષ્ણાંતની સારવાર લીધેલ, 48-દર્દીઓએ અગ્નીકર્મનો લાભ લીધેલ, 1115-જેટલા લાભાર્થીઓએ રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા, 150-જેટલા સંશમવટી અને 735-જેટલા લાભાર્થીઓએ આર્સોનિક આલ્બ-30નો લાભ લીધો હતો. આ કેમ્પમાં આયુર્વેદ અનુસાર ગર્ભસંસ્કાર વિશેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.


