બુધવારે ધો.10માં ગણિત અને ધો.12માં રસાયણ વિજ્ઞાનનું પેપર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા છાત્રો, વાલીઓ અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવાર 11 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયે બાળકોને કુમકુમ તિલક કરી, ગુલાબ આપી, મોં મીઠા કરાવી પરીક્ષાખંડમાં પ્રવેશ અપાવ્યો હતો. સાથે દરેક સ્કૂલમાં પણ આ રીતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો.દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે ધોરણ 10માં 17,101 છાત્રોએ અને ધોરણ 12માં 9,112 વિદ્યાર્થીઓએ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી હતી.
દરમિયાન પ્રથમ દિવસે એકપણ ગેરરિતીનો કિસ્સો સામે આવ્યો નથી. હવે બુધવારે ધોરણ 10માં ગણિતની અને ધોરણ 12માં રસાયણ વિજ્ઞાનનું પેપર લેવાશે. પ્રથમ દિવસે ધોરણ 10માં ગુજરાતીનું પેપર સાવ સરળ હોય છાત્રોના ચહેરા પર પેપર આપ્યા બાદ ખુશી જોવા મળી હતી.