જિલ્લામાં 15 જેટલી 108 વાન અને 70 જેટલા કર્મીઓ કાર્યરત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે.ત્યારે તહેવારોમાં અકસ્માતની ઘટનામાં વહેલી તકે પહોંચી શકાય તેવું આયોજન 108 દ્વારા કરવામાં આવ્યું છે.નવરાત્રી દરમિયાન અનેક સ્થળોએ અર્વાચીન અને પ્રચીન રાસ ગરબાના આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટમાં થતા અયોજનોમાં એક સાથે હજારો લોકો એકત્રિત થવાના કિસ્સામાં રાસ લેતા સમયે ખેલાડીને ડીહાડ્ેશન, અન્ય તબીબી મુશ્કેલી અથવા દુર્ધટના સમયે તાત્કાલિક મેડિકલ સારવાર જરૂર જણાયે 108 ને કોલ કરવા જૂનાગઢના પ્રોગ્રામ મેનજર દિનેશભાઇ ઉપાધ્યાય અને સંજયભાઇ ડોલરે અનુરોધ કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે,ઇમરજન્સી ગેઇટની વ્યવસ્થા રાખવી જોઇએ, જેથી એમ્બ્યુલન્સ વાન સરળતાથી, સમયસર ગ્રાઉન્ડમાં પહોંચી શકે.તેમજ દર્દીને જરૂર જણાય તો તાત્કાલિક હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને તહેવાર સમયે ઇમરજન્સી કેસમાં વધારો થતો જોવા મળે છે. નવરાત્રીમાં જયાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. તેવા ગરબાના સ્થળ સ્પોટ કરી નજીકના સ્થળોએ 108 વાન રાત્રીના સમયે સ્ટેન્ડ બાય રહે તે પ્રકારે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 15 જેટલી 108 વાન છે અને 70 જેટલા કાર્મચારીઓ સેવા આપી રહ્યાં છે.