ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની જુદી જુદી સંસ્થાઓમાં જેવી કે મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ વાડલા, રાષ્ટ્રીય અંધજન મંડળ, પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ ક્ધયા છાત્રાલય તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ઉપસ્થિત રહેલ દિવ્યાંગોને તેમજ રેલ્વે સ્ટેશન જુનાગઢ ખાતે ટ્રાન્સ જેન્ડરને એકત્ર કરી અને તેઓને ઈવીએમ મતદાન વિશે માહિતી આપવામાં આવી.
- Advertisement -
બ્રહ્માનંદ પ્રજ્ઞાચક્ષુ વિદ્યામંદિર ચાપરડા વિસાવદર ખાતે વૃદ્ધો અને પ્રજ્ઞાચશ્રુ તેમજ દિવ્યાંગોને માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ વૃદ્ધ નિકેતન સંસ્થા નરસિંહ મહેતાના ચોરા પાસે વૃદ્ધો અને વરિષ્ઠ લોકોને જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીના કર્મચારી સંજયભાઈ મેઘનાથી તેમજ મયંકભાઇ લાડાણી અને મામલતદાર કચેરી જુનાગઢના જવાબદાર અધિકારીને સ્ટાફ દ્વારા આ તમામ સંસ્થાઓમાં દિવ્યાંગ મતદારોને ઇવીએમ અને વીવીપીએટીનું નિદર્શન કરવામાં આવ્યું. આ તકે તમામ દિવ્યાંગોને ફરજિયાત મતદાન કરવા માટે માર્ગદર્શન પુરુપાડવામાં આવેલ તેમ જ કેવી રીતે મતદાન કરવું અને મતદાન ઇવીએમનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું સચોટ માર્ગદર્શન અને સેમિનાર યોજવામાં આવ્યાં.