જૂનાગઢ શહેરમાં સરકરી મિલ્કતોને નુકશાની કરવાના અનેક બનાવો સામે આવતા હોઈ છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે બસ સ્ટેન્ડ નજીક આવેલ ઝાંસી રાણી સર્કલ પર ઝાંસી રાણીની પ્રતિમાની કોઈ અજાણ્યા આવારાતત્વો દ્વારા પ્રતિમાની તલાવર ચોરી ગયાનું સામે આવ્યું છે. જોકે આ તલાવર ઉઠાવી જનાર શખ્સ કોણ હશે તેની તપાસ થવી જોઈએ તેવું જાગૃત નાગરિક કહી રહ્યા છે.
જયારે ઘણા વર્ષો પેહલા પણ નરસિંહ મેહતા તળાવ પાસે રાખવામાં આવેલ નરસિંહ મેહતાની પ્રતિમાંની કરતાલ ચોરી ગયા હતા ત્યારે મહા નગર પાલિકા દ્વારા ફરી નવી કરતાલ લાવીને લગાવામાં આવી હતી હવે જયારે ઝાંસી રાણીની પ્રતિમાંની કોઈ આવારાતત્વો તલવાર ચોરી જતા મનપાએ પોલીસ તપાસ કરાવીને તલવાર ચોરી કરનાર શખ્સને ઝડપી પાડીને ધોરણસર કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.