181 મહિલા હેલ્પલાઇનની ટીમે પહોંચ્યા બાદ મામલો થાળે પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ સતત વાહનોના ટ્રાફીકથી ધમધમતા ઝાંઝરડા રોડ પર આવેલ ડીવાઈડર પર મોડી સાંજે એક મહિલા બેસીને રડતી હોવાથી લોકોનાં ટોળાં એકઠા થતા ટ્રાફીક સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં મહિલાની સુરક્ષાઅંગે જાગૃત નાગરિક દ્રારા 181 મહિલા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં 181 મહિલા અભિયમ ટીમ આવી પહોચી હતી અને સમગ્ર ઘટના અંગે 181 ટીમના મહિલા કોન્સ્ટેબલ અસ્મિતા ગોંડલિયા દ્રારા લોકોને દૂર ખસવા અને એકત્રિત ન થવા અપીલ કરી હતી અને બાદમાં ફરજ પરના તન્વીકા પરમાર દ્વારા મહીલાને સમજાવી 181ની ટીમના પાયલોટ રાહુલ ખાવડુ સાથે અસ્મિતા ગોંડલિયા અને તન્વીકા પરમાર દ્વારા 181 અભિયમનાં વાહન મારફત લઈ જતા ટ્રાફીક વ્યવસ્થા પણ જળવાય હતી.
મળેલ વિગત મુજબ મહિલા ઝાંઝરડારોડ નજીકના વિસ્તારમાંજ તેમના ભાઈ સાથે રહેતાં હોય અને મહિલાના છૂટાછેડા થયા બાદ માનસિક બીમારીથી અવારનવાર ઘર છોડી જતા રહેતાં હોય અને રોડ પર પણ બેસી રહેતાં હોવાની વિગત મળી હતી.