ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની સાબરીન સોસાયટીમાં 31મી ડિસેમ્બર માટે દારૂ મંગાવી મકાનમાં રાખ્યો હોવાની બાથમી ના આધારે પોલીસે ધરોળો પાડી 564 બોટલ દારૂ પકડી લઈ હાજર ન મળેલા ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. અંગેની વિગત મુજબ ઇન્ચાર્જ પીઆઈ એ એમ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જોષીપરા નંદનવન સોસાયટી વિસ્તારમાં રહેતા નવાજ ઉર્ફે ચાહું હનીફ લોજ અને સમીર હનીફ લો છે 31 ડિસેમ્બર માટે દારૂનો જથ્થો મંગાવી ઈમ્તિયાઝ અને નોબીના મકાનમાં રાખ્યો હોવાની વાતની મળતા પોલીસે ત્યાં દરોડો પાડતા ત્યાંથી 67,200 ની કિંમત નો 564 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ ત્રણેય શકશો હાજર મળ્યા ન હતા. પોલીસે આ ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં થર્ટી ફર્સ્ટ માટે મકાનમાં રાખેલો 564 બોટલ દારૂ ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/daru.jpeg)