વિશ્ર્વમાં ચીન, અમેરિકા અને ભારતમાં કેન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ સૌથી વધારે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ચીન, અમેરિકા, અને ભારત સહિતના દેશોમાં કેન્સરની વધતી જતી બીમારી વિકરાળ બની છે. ભારતમાં કેન્સરથી પીડાતા દર પાંચમાંથી ત્રણના મુત્યુ થાય છે. વૈશ્ર્વિક કેન્સર ડેટા અનુસાર ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ પર તેની અસર વધારે જોવા મળે છે. ધ લેંસેટ પત્રિકામાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમેરિકામાં કેન્સરના કેસમાં 4 માંથી 1 નું મુત્યુ થાય છે જયારે ચીનમાં દર બે માંથી એકનું મુત્યુ થાય છે. મહિલાઓ અને પુરુષો જ નહી બાળકોમાં પણ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. આઇસીએમઆરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કેન્સરથી થતા મુત્યુમાં ચીન અમેરિકા પાછી ભારત ત્રીજા ક્રમે છે. દુનિયામાં દર વર્ષે કેન્સરથી થતા કુલ મુત્યુમાં 10 ટકા મુત્યુ માટે આ 3 દેશો જવાબદાર છે.
- Advertisement -
નિષ્ણાતોનું માનવું છે કે આવનારા 20 વર્ષમાં ભારતમાં કેન્સરથી થતા મુત્યુનું પ્રમાણ વધતું જશે, લોકોની ઉંમર વધવાની સાથે કેસમાં 2 ટકા જેટલો વધારો થશે. ભારતની વાત કરીએ તો છેલ્લા 20 વર્ષમાં જુદી જુદી ઉંમરના દર્દીઓમાં 36 પ્રકારના કેન્સર ધ્યાનમાં આવ્યા છે જેમાં કુલ પાંચ પ્રકારના કેન્સર સૌથી વધુ જોવા મળે છે જે પુરુષો અને મહિલાઓ એમ બંનેમાં જોવા મળે છે. ભારતીય મહિલાઓમાં સૌથી વધારે સ્તન કેન્સર જોવા મળે છે. કેન્સરના વધતા જતા કેસની સૌથી વધારે અસર મહિલાઓમાં જોવા મળે છે. મહિલાઓમાં સ્તન કેન્સરના લગભગ 30 ટકા નવા કેસ નોંધાય છે જે કુલ મુત્યુના 24 ટકા જેટલા હોય છે. ત્યાર પછી સર્વાઇકલ કેન્સર જે કુલ નવા મામલાના લગભગ 20 ટકા મુત્યુ માટે જવાબદાર છે. સર્વાઇકલ એક એવું કેન્સર જે વાયરસથી થાય છે તેની વેકિસન લઇને બચી શકાય છે તેમ છતાં આ અંગે જાગૃતિ જોવા મળતી નથી. કેન્સર પર રિસર્ચ કરતી આંતરરષ્ટ્રીય એજન્સી (આઇએઆરસી)નું અનુમાન છે કે 2050 સુધી ભારતમાં કેન્સરના નવા કેસમાં 170 ટકા અને મુત્યુમાં 200 ટકા જેટલો વધારો થયો છે. આથી જ તો કેન્સરની સમયસરની તપાસ અને સારવાર ખૂબજ મહત્વની છે. નવાઇની વાત તો એ છે કે સિગારેટ નહી પીનારામાં પણ ફેંફસાનું કેન્સર વધતું જાય છે. આઇએઆરસીના અનુસાર દુનિયા ભરમાં 20 માંથી એક મહિલા પોતાના જીવનકાળ દરમિયાન ફેફસાનું કેન્સર થવાની શકયતા વધારે છે. આવનારા 25 વર્ષમાં કેન્સરના લીધે થતા 38 ટકા મુત્યુદરમાં 68 ટકા જેટલો વધારો થશે. 2050 સુધીમાં દુનિયાભરમાં કેન્સરના 32 લાખ નવા કેસ વધશે જેના પગલે 11 લાખ જેટલા મુત્યુ થશે. 70 અને તેનાથી વધુ વર્ષ ધરાવનારા બુઝુર્ગોને કેન્સરનો સૌથી વધુ ખતરો જોવા મળે છે. ત્યારબાદ 15 થી 49 વર્ષની ઉંમરે સૌથી વધુ મામલા જોવા મળે છે.



