ભારતમાં 2019ના વર્ષમાં કેન્સરથી 9.3 લાખ દર્દીઓના મોત થયા હતા
27 લાખ મોત અને 48 લાખ નવા કેસ સાથે ચીન પ્રથમ ક્રમે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં 2019ના વર્ષમાં કેન્સરથી 9.3 લાખ દર્દીઓના મોત થયા હતા અને કેન્સરના નવા 12 લાખ કેસ નોંધાયા હતા. કેન્સરથી સર્વાધિક મોતમાં ભારત એશિયામાં બીજા ક્રમે રહ્યું હોવાનું ધ લેન્સેટ રિજિયોનલ હેલ્થ સાઉથઇસ્ટ એશિયા જર્નલમાં પ્રકાશિત થયેલા નવા સ્ટડીમાં જણાવાયું છે. 27 લાખ મોત અને 48 લાખ નવા કેસ સાથે ચીન પ્રથમ ક્રમે હતું. ભારત, ચીન અને જાપાન એશિયામાં કેન્સરથી મોત અને કેન્સરના નવા કેસો બાબતમાં સૌથી આગળ છે. સંશોધકોએ ત્રણેય દેશોમાં કેન્સરને જાહેર આરોગ્ય સામેનો ગંભીર ખતરો ગણાવ્યો હતો. એશિયામાં શ્વાસનળી અને ફેફ્સાંના કેન્સરનું પ્રમાણ સૌથી વધારે છે. 2019માં આ બંને કેન્સરના 13 લાખ કેસ સામે આવ્યા હતા અને 12 લાખ મોત થયા હતા. તે પુરુષોમાં સૌથી વધારે જોવા મળતા કેન્સર છે જ્યારે સ્ત્રીઓમાં સૌથી વધારે જોવા મળતા કેન્સરમાં ત્રીજા ક્રમે છે.
કેન્સર માટેના જોખમી પરિબળોમાં ધૂમ્રપાન, આલ્કોહોલનું સેવન અને પ્રદૂષણ પણ પ્રબળ રહ્યું છે. એશિયામાં વધતા વાયુ પ્રદૂષણને કારણે કેન્સરનું વધતું ભારણ ચિંતાજનક છે. ભારત, બાંગ્લાદેશ અને નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોમાં ધૂમ્રપાનરહિત તમાકુ (સ્મોકલેસ ટોબેકો-જખઝ)નો ઊંચો વ્યાપ જેમ કે ખૈની, ગુટખા, સોપારી અને પાન મસાલા ચિંતાની બાબત છે, જેમાં વૈશ્વિક મૃત્યુમાં ભારતનો હિસ્સો 32.9 ટકા છે. 2019માં લિપ એન્ડ ઓરલ કેવિટી કેન્સરના નવા કેસોમાંથી 28.1 ટકા ભારતમાં સામે આવ્યા હતા. જખઝ અન્નનળી અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ પણ વધારે છે.