ધોકાથી મારકૂટ કરી નાસી છૂટ્યા : ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના એરપોર્ટ રોડ પર હિરામણનગરમાં રહેતા અને મજૂરી કરતાં સોહિલ ફિરોઝભાઈ કોચલીયા ઉ.26 પર તેના સાળા શાહરૂખ અને આસીફે ગાળો દઈ, ધોકા વડે હુમલો કરતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે પત્નીએ બોલાચાલી કર્યા બાદ ભાઈને બોલાવતાં ગાળો દઈ, ધોકાથી હુમલો કરનાર યુવાનના બંને સાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સોહિલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ચાર વર્ષ પહેલાં યાસ્મિન કુરેશી સાથે થયા હતા સંતાનમાં એક પુત્રી છે ગઈકાલે તે ઘરે હતા ત્યારે પત્ની યાસ્મિને તમે મને 500 રૂપિયા આપો, તેમાંથી મારે 200 રૂપિયા પુત્રી આયરાના ઈશા પ્લે હાઉસમાં આપવાના છે બીજા પૈસા વાપરવા માટે જોઈએ છે. તેમ કહેતાં તેને હાલ મારી પાસે પૈસા નથી, સાંજ સુધીમાં આવી જશે ત્યારે હું તને આપીશ તેમ જવાબ આપતાં પત્નીએ બોલાચાલી કરી, તેના ભાઈ શાહરૂખને ફોન કર્યો હતો જેથી શાહરૂખે ફોન પર બોલાચાલી કર્યા બાદ તે ઉપરાંત તેનો ભાઈ આસીફ અને માતા નશીમબેન કારમાં તેના ઘરે ધસી આવ્યા હતા અને બાદમાં તે કાંઈ બોલે તે પહેલાં જ તેને ગાળો દઈ, ધોકાથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેના માતા જોરાબેન સાથે પણ આસીફે બોલાચાલી કરી હતી લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા બાદમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



