રાજ્યનાં અનેક જીલ્લાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. સૌથી વધુ વરસાદ સુરતનાં ઓલપાડમાં નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ ભાવનગરમાં નોંધાવા પામ્યો હતો.
રાજ્યમાં વહેલી સવારે ક્યાં ક્યાં વરસાદ પડ્યો
રાજ્યમાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યનાં 6 જીલ્લાનાં 6 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સુરતનાં ઓલપાડમાં 1.4 ઈંચ, ભાવનગરનાં તળાજામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય 4 તાલુકામાં 2 એમએમ થી 9 એમએમ વરસાદ નોંધાયો હતો.
- Advertisement -
ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પ્રાંતિજના મજરા, કમાલપુર, અમીનપુર, પોગલું, વાદરાડ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોમ્યો છે. લોધીકા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ મેટોડા, ખીરસરા, વાજડી, રાતૈયા, બાલસર, વાગુદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખીરસરા ગામના રણમલજી મહાદેવળી નદીનો રિવરફ્રન્ટ બે કાઠે વહેતો થયો છે. ખીરસરા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
દાહોદમાં ધોધમાર વરસાદ
દાહોદના લીમડી પંથકમાં ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસ્યો છે. લીમડી, કારઠ, દેપાડા, કચુંબરમા ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે.
- Advertisement -
રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ ગામોમાં ધોધમાર વરસાદ
રાજુલા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. રાજુલાના ડુંગર, મોરંગી, માંડળ, સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોરંગી ગામમાં ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે. રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
વિરામ બાદ ફરીથી ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ ફરીથી વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજના માધાપર, મીરઝાપર, સુખપર અને માનકુવા પંથકમાં વરસાદ પડ્યો છે.