દેશમાં કુલ કસ્ટોડિયલ ડેથમાં 12 ટકા ગુજરાતમાં, મહારાષ્ટ્ર બીજા અને મધ્ય પ્રદેશ ત્રીજા સ્થાને
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 81 કસ્ટોડિયલ ડેથ થયા હોવાનું સામે આવ્યું છે. 5 વર્ષમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત મોખરે છે. આ ઉપરાંત 3 વર્ષમાં 24 કેદીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે.
- Advertisement -
ગુજરાતમાં વર્ષ 2018-19માં 13, 2019-20માં 12, 2020-21માં 17, 2021-22માં 24 અને 2022-23માં 15 કસ્ટોડિયલ ડેથ થયા હતા. ગુજરાતમાં થયેલો કસ્ટોડિયલ ડેથનો આ આંક અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે. લોકસભાના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર દેશમાં થતાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાતનું પ્રમાણ સરેરાશ 10થી 15 ટકા વચ્ચે હોય છે.
પાંચ વર્ષના આ સમયમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથમાં મહારાષ્ટ્ર 80સાથે બીજા, મધ્ય પ્રદેશ 50 સાથે ત્રીજા સ્થાને છે. બિહારમાં 47 જ્યારે ઉત્તર પ્રદેશમાં 41ના કસ્ટોડિયલ ડેથ થયેલા છે. સમગ્ર દેશમાં પાંચ વર્ષમાં કુલ 687 કસ્ટોડિયલ ડેથ થયા હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ ગુજરાતમાં 2019માં 6, 2020માં 11 અને 2021માં 7 કેદીઓએ જેલમાં આત્મહત્યા કરી હતી. 3 વર્ષના આ સમયમાં જેલમાં સૌથી વધુ કેદીઓની આત્મહત્યામાં પ્રદેશ સાથે મોખરે, પશ્ચિમ બંગાળ 34 સાથે બીજા, હરિયાણા 32 સાથે ત્રીજા સ્થાને છે. સમગ્ર દેશની જેલમાંથી 2019માં 112, 2020માં 156 અને 2021માં 150 કેદીઓએ આત્મહત્યા કરી હતી.
- Advertisement -
ભારત
વર્ષ ડેથ
2019 112
2020 156
2021 150
ગુજરાત
વર્ષ ડેથ
2018-19 13
2020-21 17
2022-23 15