ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લામાં રવી પાકનું વાવેતર પૂર્ણ થયું છે.જિલ્લામાં કુલ 1 લાખ 7 હજાર 529 હેકટર વાવેતર થયું છે.જે ગત વર્ષે 1 લાખ 10 હજાર 309 હેકટર હતું.આમ અંદાજે 2 ટકા જેટલું વાવેતર આ વર્ષે ઓછું થયું હોવાનું જાણવા મળ્યું છે.જયારે છેલ્લા 3 વર્ષના વાવેતરની સરેરાશ જોઈએ તો ગીર ગઢડા તાલુકામાં 19530 હેકટર, કોડીનાર તાલુકામાં 18146 હેકટર, સુત્રાપાડા તાલુકામાં 16954 હેકટર, તાલાલા તાલુકામાં 13642 હેકટર,ઉના તાલુકામાં 15018 હેકટર અને સૌથી વધુ વેરાવળ તાલુકામાં 21305 હેકટર વાવેતર થયું હતું.ઉપરાંત આ વર્ષે જિલ્લામાં કોઈપણ પાકમાં રોગ નોંધાયો નથી.