ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડી બહેનો અચોક્કસ મૂદત સૂધી માંગ ન સંતોષાય ત્યા સૂધી હડતાલ પર..આંગણવાડી બહેનોની માંગ છે કે વર્ષો સુધી અમે માનદ વેતન તરીકે કામ કર્યું છે ત્યારે હવે સરકાર દ્વારા અમોને કાયમી હુકમ આપી કર્મચારીગણે તેવી માંગ કરી છે. સાથે વય મર્યાદા બાબતે યોગ્ય કરે તેવી 18 જેટલી માંગો સમગ્ર રાજ્યભરની સાથે ગીર સોમનાથના આંગણવાડી બહેનોએ કરી છે. ત્યારે આજે ગીર સોમનાથના વેરાવળમાં આંગણવાડીની 70 જેટલી બહેનો એ તંત્રના અધિકરીઓને આવેદન આપ્યું હતું અને તેમાં આગામી દિવાળી નૂતન વર્ષ તહેવારો આવતા હોય તે પૂર્વે તેમની માંગો પુરી કરે અને જો માંગ સંતોષાય નહીં ત્યાં સુધી પોતે આંદોલન ચલાવી ઓનલાઈન ઓફલાઈન કામગીરીથી અળગા રેહવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગિર સોમનાથમાં આંગણવાડી બહેનોએ આક્રોશ સાથે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું
Follow US
Find US on Social Medias