ખેતરમાં કામ કરતી મહિલાને ઘાયલ કરી: જૂનાગઢ સારવારમાં ખસેડાયા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
મેંદરડા તાલુકાના ગઢાળી (ગીર) ગામે જંગલી ભૂંડે મહિલા સહિત 3 ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા. લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી વિગત મુજબ મેંદરડા તાલુકાના ગઢાળી (ગીર) ગામે ખેતરોમાં કામ કરતી મહિલા સહિત 3 વ્યક્તિ પર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો અને લોહીલુહાણ કરી દીધા હતા. ઈજાગ્રસ્ત પરબતભાઈ વઘાસીયા, વલ્લભભાઈ તથા શારદાબેન ગોહેલને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગીર જંગલ બોર્ડરના ગામડામાં રોઝ, ભૂંડ સહિતના વન્ય પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે. આવા વન્ય પ્રાણીઓ ખેતીના પાક ઉપરાંત માણસો ઉપર હુમલા કરે છે. વન વિભાગ દ્વારા આ પ્રકારના વન્ય પ્રાણીઓને રોકવા પગલાં લેવાની માંગ ઉઠી છે.


