ગણતરીના દિવસોમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ઘણા મોટા ગ્રહો ગોચર કરશે અને રાશિ પરિવર્તન કરીને રાજયોગોનું નિર્માણ કરશે. દ્રિક પંચાગ પ્રમાણે 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુધ કુંભ રાશિમાં, 6 ફેબ્રુઆરીના રોજ શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય પણ કુંભ રાશિમાં ગોચર કરશે અને 23 ફેબ્રુઆરીના રોજ મંગળ પણ કુંભ રાશિમાં ગોચર કરશે. આ 4 ગ્રહોનું કુંભ રાશિમાં આવવાથી ફેબ્રુઆરીમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. આ ઉપરાંત ફેબ્રુઆરીમાં લક્ષ્મી નારાયણ યોગ, શુક્રાદિત્ય યોગ, આદિત્ય મંગલ યોગ અને બુધાદિત્ય રાજયોગ બનશે, જેનાથી ઘણી રાશિના જાતકોને બમ્પર લાભ થશે.
મેષ રાશિ
- Advertisement -
ફેબ્રુઆરીમાં બનવા જઈ રહેલા બધા શુભ યોગોથી મેષ રાશિના જાતકો માટે સ્થિતિ સુધરતી દેખાશે. આવનારા સમયમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવકમાં વધારો થવાના સંકેતો છે. પૈસા કમાવવાની નવી તકો પણ મળી શકે છે. જો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે. કોઈ મોટી બિઝનેસ ડીલ ફાઈનલ થઈ શકે છે, જેનાથી સારો નફો થશે. રોકાણોથી પણ લાભ મળવાની શક્યતા છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સ્થિર થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ શુભ રહેશે. કોર્ટ સંબંધિત મામલે રાહત મળવાના યોગ છે. ઉદ્યોગપતિઓની આવકમાં વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામ આગળ વધી શકે છે. નોકરી કરતા જાતકો કોઈ ફેરફાર પર વિચાર કરી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. અચાનક ધન લાભના પણ સંકેત છે, જેનાથી આર્થિક ચિંતામાં ઘટાડો થશે.
- Advertisement -
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીમાં બનવા જઈ રહેલા ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ પરિણામો લઈને આવશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે. આત્મવિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત થશે. સમાજ અને કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. વૈવાહિક જીવનમાં મધુરતા બની રહેશે. સંબંધોમાં સુધારો થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. ધન લાભના યોગ બનવાથી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. તમે તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓ પર ખુલ્લીને ખર્ચ કરી શકશો, જેનાથી તમને સંતોષ થશે.




