રોડ પર રખડતાં પશુઓનો મુખ્ય બજારમાં પણ ત્રાસ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારોમાં રાખડતા પશુઓનો ત્રાસ વધતો નજરે પડે છે. હાલ તહેવારોની સિઝન શરૂ થઈ છે જેથી શેરની બજારોમાં પણ ખરીદી કરવા માટે ભીડ હોય છે તેવા સમયે રખડતા પશુઓ અચાનક યુધ્ધ શરૂ કરતા લોકોમાં અફરા તફરી મચી જાય છે અને કેટલાક લોકોને તો ઇજા પણ થાય હોવાના દાખલા છે ત્યારે આ પ્રકારે ધ્રાંગધ્રા શહેરના મુખ્ય રોડ પર પણ રખડતા પશુઓ અડિંગો જમાવી બેઠા હોય છે. જેના લીધે વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પણ રાજ્યમાં તંત્ર દ્વારા રાખદતા પશુઓ પર નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં રખડતા પશુઓ દ્વારા વારંવાર કેટલાક સ્થાનિક અને વૃધ્ધોને નિશાન બનાવે છે જેમાં કેટલાકના મોત પણ થયા છે ત્યારે તંત્ર દ્વારા શહેરની મુખ્ય બજાર અને જાહેર માર્ગો પર રખડતા ઢોર પર નિયંત્રણ લાદવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ છે.



