ટ્યુશનમાંથી ઘરે પરત ફરતી ત્રણ કિશોરી પર જીવતો વીજ વાયર પટકાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
- Advertisement -
ધ્રાંગધ્રા પંથકમાં પ્રી મોનશુંન કામગીરી કરવાની મોટી મોટી વરો કરતી પ.ગુ.વીજ કંપનીની એક બેદરકારીના લીધે માસૂમ ફૂલ જેવી દીકરી મોતને ભેરી હતી. આશરે 10 વર્ષની કુમળી ફૂલ જેવી દીકરી પર જીવતો વીજ વાયર પટકાતા મોત પામ્યું હતું. આ ઘટનાને લઈને દીકરીના મોતમાં જવાબદાર તરીકે ધ્રાંગધ્રા પ.ગુ.વીજ કંપનીના અધિકારીઓ જ હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મલ્ટી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં રહેતા પરિવારની બે જુડવા દીકરીઓ ગુરુવારે સાંજના સમયે પોતાના પોતાની અન્ય એક કિશોરી મિત્ર સાથે ટ્યુશન પરથી ઘર તરફ પરત ફરતા સમયે હળવદ રોડ વિસ્તાર પર પકોડી ખાવા માટે ઊભા રહેતા ઉપર રહેલી 11 કેવી જીવતો વીજ વાયર અચાનક કિશોરી પર પટકાયો હતો જેથી બે સગી બહેનો સહિત ત્રણેય દીકરીને ભારે શોર્ટ લાગતા જમીન પર ઢળી પડી હતી. જ્યારે અહીંના સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક ત્રણેય કિશોરીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં બે જુડવા સગી બહેનોમાંથી આશરે 10 વર્ષીય ધ્યાના લાલાભાઈ સોમપુરા નામની કિશોરીને તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી જ્યારે અન્યની સારવાર શરૂ કરી હતી આ તરફ મૃતક કિશોરીના પરિવારજનોને જન કરતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બંને જુડવા દિકરીમાંથી એક દીકરીના મોત થયાનું વિગત સંભાળતાં જ હૈયાફાટ રુદનથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. જ્યારે આ સારવારમાં રહેલ બંને દીકરીઓ થોડા સમય બાદ સુરક્ષિત હોવાનું તબીબો દ્વારા જણાવાયું હતું પરંતુ મૃતક કિશોરીને પીએમ સહિતની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.
આ તરફ બે બહેનો સહિત ત્રણેય કિશોરી પર વીજ વાયર પટકાયા હોવાનું દૃશ્ર્ય નજરે જોનારા પ્રત્યક્ષદર્શીઓ સાથે મૃતક કિશોરીના પરિવારજનો દ્વારા પણ પ.ગુ.વીજ કંપનીના અધિકારીઓને આ દુર્ઘટના પાછળ જવાબદાર ઠેરવ્યા હતા. જોકે અનેક વખત અખબારો અને સામાજિક કાર્યકરો થકી સ્થાનિક પ.ગુ.વીજ કંપનીના અધિકારીઓને ખુલ્લા વીજ વાયર અને કુલ્લા ટ્રાન્સફોર્મર અંગે રજૂઆત કરાઈ હતી છતાં પણ નીંભર અધિકારીઓ દ્વારા રજૂઆતોને એક કંથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવાની નીતિના લીધે જ આજે કુમળી ફૂલ જેવી દીકરી મોતને ભેટી હોવાની વાત પણ સત્ય સાબિત થઈ છે.