‘તમે ઘરમાં અંદરોઅંદર ઝઘડા કરો છો તે ગમતું નથી’ કહી માથાકૂટ ક્ષ છરી તલવારથી હુમલો કરતાં પાંચને ઇજા : કારમાં તોડફોડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ધરમનગરમાં રહેતા બે પાડોશી પરિવારો વચ્ચે ઝઘડો થતાં પાંચ લોકોને ઇજા પહોંચી હતી આ બનાવમાં બંને પક્ષના છ લોકો વિરુધ્ધ સામસામી ફરિયાદ નોંધાઈ છે ધરમનગર આવાસ ક્વાટરમાં રહેતા ફાલ્ગુનીબેન ઉર્ફે નિધિબેન ઉત્સવભાઈ ટાકોદરા ઉ.21એ રૂબીનાબેન અને તેના પતિ અનિરુધ્ધસિહ સામે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ગત 25 તારીખે મારા પતિ સાથે દંપતી ઝઘડો કરતાં હોય હું ત્યાં જતાં અનિરુધ્ધસિહ તલવાર અને છરી લઈને ઊભો હતો અને ગાળો ભાંડતો હોય રૂબિનાએ કહેલ કે તમે અંદરોઅંદર ઝઘડા કરો છો એ અમને પસંદ નાથી કહી ગાળો દઈ ધોકો મારી દીધો હતો તેમજ તેના પતિએ મારા પતિને તલવારનો ઘા ઝીકિ દીધો હતો સસરા મુકેશભાઇને પણ ઇજા થઈ હતી અને મારા પતિની સ્કૂલવેનમાં પણ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે સામા પક્ષે રૂબીનાબેન અનિરુધ્ધસિહ વાઘેલા ઉ.35એ નયનભાઈ, ભાર્ગવભાઈ, ઉત્સવભાઈ અને નિધિબેન સામે વળતી ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તમે અમારા વિરુધ્ધ અરજી કેમ કરો છો કહી મારા પતિ સાથે ઝઘડો કર્યો હતો હવે તમને પતાવી દેવા છે કહી ઢીકાપાટુનો માર માર્યો હતો પોલીસે બંને પક્ષના લોકોની અટકાયત કરી હતી.



