પેરોલ ફલોની ટીમે પાનવા કેનાલ નજીકથી શખ્સને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફલો ટીમ અને એલ.સી.બી ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે દસાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો શખ્સ અનિલ બાબુભાઈ બોરીચા રહે: રામપરડા તા: મૂળી વાળો હાલ દસાડા તાલુકાના પાનવા ગામે કેનાલ નજીક હોવાની બાતમીને આધારે ટીમ દ્વારા શખ્સને દબોચી લીધો હતો જ્યારે આ શખ્સને ઝડપી પાડી દસાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.