ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા નવી પહેલ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ સોફટવેર તૈયાર: રાજયભરના પોલીસ સ્ટેશન સાથે નેટવર્ક
- Advertisement -
જામીનના આદેશ જેલ-સુપ્રિ.ને પણ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશના ન્યાયતંત્ર અને કાનૂન પાલન એજન્સી પોલીસ વચ્ચે બહેતર તાલમેલ સાધવા હવે ફોજદારી કેસમાં હાઈકોર્ટની યાદી, નોટીસ, સમન્સ તથા ચુકાદા એક ખાસ સોફટવેરમાં તાત્કાલીક અપડેટ થઈ જશે અને તે પોલીસ સ્ટેશનને આ અંગે અપડેટ પણ સતત કરાશે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારે આ એક નવી પહેલ કરી છે જેમાં હાઈકોર્ટ અને પોલીસ સ્ટેશન વચ્ચે બહેતર તાલમેલ બનશે. અદાલતના તિરસ્કારના એક કેસની સુનાવણી કરતા સમયે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ આ અંગે માહિતી મળી હતી. એક કેસમાં હાઈકોર્ટના સ્ટે ઓર્ડર છતાં ભાવનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કર્યુ હતું અને તેમાં એ ખુલ્લુ થયું કે હાઈકોર્ટનો ‘સ્ટે’ આદેશ જે તે સંબંધીત પોલીસ અધિકારીને બહું વિલંબથી મોકલવામાં આવ્યો હતો. ખાસ કરીને પોલીસ વિભાગ હાઈકોર્ટના આદેશ અંગે જે કે પછી સ્ટે સહિતના આદેશ જાણમાં વિલંબ થાય છે તેથી નારાજગી દર્શાવી હતી.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે જે નવું સોફટવેર-તૈયાર થઈ રહ્યું છે તેમાં જામીનના આદેશો પણ સંબંધીત જેલ સુપ્રીટેન્ડન્ટને સીધા મળી જશે. મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે રાજયમાં 1000થી વધુ પોલીસ સ્ટેશન છે. હાઈકોર્ટના સંબંધીત કેસ અંગેના આદેશ આ સોફટવેરમાં અપલોડ થાય કે તુર્ત જ પોલીસ સ્ટેશનની વેબસાઈટ પર તેને એલર્ટ આવી જશે.
- Advertisement -
અને પછી જે તે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને પોલીસ સ્ટેશનના રાઈટરની જવાબદારી હશે કે તેની પ્રિન્ટ આઉટ મેળવી તેની ફાઈલ બનાવવાની રહેશે અને આ આદેશમાં જે કંઈ કાર્યવાહી કરવાની હોય તે કરવાની રહેશે. ઉપરાંત ફોજદારી કેસમાં જે તે પોલીસ સ્ટેશનના રજીસ્ટર મોબાઈલ નંબર પર પણ આ આદેશ અંગે સંદેશો આવી જશે. આગામી એક સપ્તાહ કે દશ દિવસમાં આ સીસ્ટમ અમલી બની જશે તેવું મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું.