ખાસ-ખબર ન્યૂઝ સાંતલપુર
સાંતલપુર તાલુકામાં બે દિવસ પહેલા 11 ઇંચ જેવો વરસાદ થયો હતો જેને લઇ સાંતલપુર તાલુકાના ચોરાડ વિસ્તારના દસ ગામમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઇ લોકોને મોટું નુકસાન થયું હતું ત્યારે ગુરુવારના રોજ પ્રભારી મંત્રી દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી પ્રભાની મંત્રી દ્વારા નળિયા ગામે મૃત્યુ પામેલ 5 યુવાનોના પરિવાર સાંત્વના આપી હતી તેમજ પરિવારોને ચેક આપવામાં આવ્યા હતા બીજા ગામમાં લોકો દ્વારા તેમને થયેલ નુકસાનની રજૂઆત કરી હતી જ્યારે બરારા ગામે એક યુવાન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ચાર દિવસથી આ ગામમાં કોઈ આવ્યું નથી અને અમારા ખબર અંતર પણ પૂછ્યા નથી વૌવા ગામે અરવિંદભાઈ ઠક્કર દ્વારા રજૂઆત કરવામાં આવી કે વરસાદના કારણે અમારે અમારા ઘરમાં પાણી આવી ગયા હતા અને ખાદ્ય સામગ્રી પલળી ગઈ છે તો તાત્કાલિક કેશ ડોલ તાત્કાલિક આપવામાં આવે તેમજ અમારા બે-ત્રણ ગામનો છે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે દાત્રાણા ગામે ભરતભાઈ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે અમારા ગામમાં નુકસાન વધારે છે તો જે 10 ગામમાં અલગ પેકેજ આપવામાં આવે તેમાં અમારા ગામનો સમાવેશ કરવામાં આવે તેમણે વધુમાં જણાવ્યું કે અમારા ગામમાં પંદરસો એક્ટર જમીનમાં ખેતીને નુકસાન થયું છે