વડાપ્રધાન મોદી આ સમયે અયોધ્યામાં છે અને તેમણે અયોધ્યામાં રોડ શો કર્યા પછી અયોધ્યા ધામ જંકશન રેલ્વેનું ઉદ્ધાટન કર્યા પછી અમૃત ભારત એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી છે. પોતાના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે કોઇ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમની વડાપ્રધાન મોદી અયોધ્યાના એક દલિત વિસ્તારમાં પહોંચી ગયા છે.
#WATCH | Ujjwala Yojana beneficiary Meera expresses her happiness on meeting PM Modi.
- Advertisement -
PM Modi had tea at Meera's house, during his Ayodhya tour today. https://t.co/JsgzsOhHZX pic.twitter.com/RUJwRr6Ojz
— ANI (@ANI) December 30, 2023
- Advertisement -
વડાપ્રધાન મોદી અયોધ્યા જંકશનથી ઉદ્ધાટન કર્યા પછી રોડ માર્ગના જ અયોધ્યાના રાજઘાટ મહોલ્લામાં આવેલા એક દલિતના ઘરે પહોંચ્યા હતા. તેમણે ચા પીધી હતી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને પૂછયું ખરા કે તેમને કઇ-કઇ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. મીરના બાળકો સાથે વાતચીત કરી. મીરાના પતિ સૂરજ માઝી વડાપ્રધાનના ઘરે આવવાથી ભાવ વિભોર થઇ ગયા હતા.
Uttar Pradesh | Prime Minister Narendra Modi met two children in Ayodhya and took selfies with them and also gave them autographs. pic.twitter.com/N7PHVTRwr7
— ANI (@ANI) December 30, 2023
તેમણે કહ્યું કે, તેમને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, વડાપ્રધાન અમારા ઘરે આવ્યા હતા એમને એવું લાગી રહ્યું છે કે તેઓ કોઇ સપનું જોઇ રહ્યા છે. સૂરજ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પિતા ધનીરામ માઝી માછીમાર છે. પીએમ આવાસ મળ્યા પહેલા તેઓ એક જર્જરીત મકાનમાં રહેતા હતા. વરસાદમાં ઘરમાં પાણી ભરયા જતા હતા, પીએમ આવાસ મળ્યા પછી સ્થિતિ સુધરી ગઇ છએ. તેઓએ જણાવ્યું કે, મોદીએ તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે.