ગૂગલે બતાવેલા રસ્તામાં કાર કાદવમાં ફસાઈ: નેટવર્ક ક્ષેત્રની બહાર નીકળી જતાં કોઈની મદદ મેળવી શકાઈ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવા ગયેલા બે જર્મન પ્રવાસીઓને ગૂગલ મેપનો ભરોસો કરવાનું ભારે પડી ગયું હતું. ગૂગલ મેપમાં દર્શાવેલા રસ્તે ગયેલા પ્રવાસીઓ એવા અટકાઈ ગયા કે જંગલમાં ખોવાઈ ગયા. દિવસો સુધી સંઘર્ષ કરીને બહાર નીકળ્યા. જર્મનીના બે પ્રવાસીઓ ફિલિપ માયર અને માર્સેલ શોએન ઓસ્ટ્રેલિયાના જંગલોમાં કાર લઈને ફરતા હતા. જંગલમાંથી બહાર નીકળવા આ પ્રવાસીઓએ ગૂગલ મેપની મદદ લીધી. ગૂગલે બતાવેલા રસ્તે 60 કિલોમીટર આગળ આવી ગયા તો રસ્તો એક બંધ પડેલા ગાર્ડન જેવા સ્થળે અટકી ગયો. ગૂગલે અવાવરું સ્થળનો રસ્તો બતાવ્યો તો ત્યાં રસ્તામાં આ પ્રવાસીઓની કાર કિચડમાં ફસાઈ ગઈ. નેટવર્ક મળતું બંધ થઈ ગયું હતું અને આસપાસમાં એક વ્યક્તિ મદદે આવે તેમ ન હતી. બંને જંગલમાં ભૂલા પડી ગયા. ક્યાં જવું એ નક્કી કરી શકતા ન હતા. કાર પણ કિચડમાં ફસાઈ ગઈ એ કેમેય કરીને નીકળી શકે તેમ ન હતી. આખરે હારી-થાકીને કાર એ સ્થળે મૂકીને જ બંને જર્મન પ્રવાસીઓએ પગપાળા બહાર નીકળવાની મથામણ આદરી.
- Advertisement -
તો ઘણી રાતો ભારે વરસાદમાં વીતાવવી પડી. એક નદી ઓળંગવાની હતી, જેમાં સેંકડો મગરમચ્છ હતા. એક સપ્તાહ સુધી સતત ચાલ્યા બાદ આખરે એ નજીકના કસબા સુધી પહોંચ્યા હતા. એ પછી બંને પ્રવાસીઓએ ગૂગલના કારણે જંગલમાં ખોવાઈ ગયાનું જણાવ્યું હતું.
ગૂગલના પ્રતિનિધિએ કહ્યું હતું કે બંનેને પરેશાની ભોગવવી પડી તે બદલ ખેદ છે. કંપની આ ટેકનિકલ એરરની તપાસ કરી રહી છે.