સોમવારનો દિવસ શિવજીની પૂજા માટે સમર્પિત હોય છે. માટે સોમવારના દિવસે આવનાર પ્રદોષ વ્રતનું ખાસ મહત્વ છે. ત્યાં જ એપ્રિલ મહિનામાં એક નહીં પરંતુ બે સોમ પ્રદોષ વ્રત આવશે.
ભગવાન શિવજીની પૂજા માટે સોમવારની સાથે જ પ્રદોષ વ્રતના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે. દર મહિને બે વખત ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત આવે છે. જો સોમવારના દિવસે પ્રદોષ વ્રત આવે તો તેને સોમ પ્રદોષ વ્રતના નામથી ઓળખવામાં આવે છે.
- Advertisement -
ભગવાન શિવ પ્રદોષ કાળમાં કરે છે નૃત્ય
માન્યતા છે કે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ પ્રસન્ન થઈને પ્રદોષ કાળમાં નૃત્ય કરે છે. માટે પ્રદોષ વ્રતમાં પ્રદોષ કાળ કે સાયંકાલમાં શિવજીની પૂજાનું મહત્વ છે. ધાર્મિક ગ્રંથોમાં પણ પ્રદોષ વ્રતનું વ્રત અને પૂજાનો મહિમા જણાવવામાં આવ્યો છે.
આ દિવસે કરવામાં આવેલા પૂજા-વ્રતથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને સંકટોથી મુક્તિની સાથે સાથે જ મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે.
- Advertisement -
એપ્રિલમાં બે સોમ પ્રદોષ વ્રત
એપ્રિલ મહિનો શિવજીની પૂજા માટે ખૂબ જ ખાસ હોય છે. કારણ કે આ મહિનામાં હિંદૂ નવવર્ષનો પહેલો પ્રદોષ વ્રત આવે છે. સાથે જ એપ્રિલના મહિનામાં એક નહીં પરંતુ બે સોમ પ્રદોષ વ્રત આવશે.
પહેલું સોમ પ્રદોષ વ્રત સોમવાર, 3 એપ્રિલ 2023એ થશે અને બીજુ સોમ પ્રદોષ વ્રત સોમવાર 17 એપ્રિલે થશે. એવામાં મહિનામાં શિવ પૂજનથી ભક્તોને બે ગણો લાભ મળશે.
એપ્રિલમાં સોમ પ્રદોષ વ્રતની તિથિ અને મુહૂર્ત
સોમવારે 3 એપ્રિલ 2023એ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિમાં પ્રદોષ વ્રતની પૂજા માટે સાંજે 6.40થી 8.50નો સમય શુભ છે.
આ દિવસે એપ્રિલમાં બીજો સોમ પ્રદોષ વ્રત સોમવાર, 17 એપ્રિલે થશે. તે કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ થશે. આ દિવસે પૂજા માટે સાંજે 5.57થી 7.32 સુધીનો સમય શુભ રહેશે.
સોમ પ્રદોષ વ્રત પૂજા અને લાભ
પ્રદોષ વ્રતને સર્વ સુખ આપનાર વ્રત કહેવામાં આવે છે. સોમવારના દિવસે આવતા પ્રદોષ વ્રતની પૂજાતી બે ગાયોના દાન સમાન પુણ્ય મળે છે. સાથે જ પ્રદોષ વ્રતનું વ્રત રાખવાથી ચંદ્ર દોષ પણ દૂર થાય છે. સોમ પ્રદોષ વ્રતના દિવસે વ્રત કરનારને સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને આર્ધ્ય આપવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ.
પ્રદોષ કાળમાં ફરીથી શિવજી અને માતા પાર્વતીની સંપૂર્ણ-વિધિ વિધાનથી પૂજા કરો. ભગવાનને પંચામૃત અથવા ગંગાજળથી સ્નાન કરાવો. તેના બાદ બેલપત્ર, સફેદ ફૂલ, અક્ષત, ભાંગ, ધૂપ, નિવેદ, પાન, સોપારી, લવિંગ, ઈલાયચી અને ફળ ચડાવો. 8 દિશાઓમાં 8 દિવા કરી પ્રદોષ વ્રતની કથા વાંચો અને ત્યાર બાદ આરતી કરો. પ્રદોષ વ્રતમાં રાત્રી જાગરણ પણ કરો.