અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારંભમાં અનેક બોલીવુડ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ તમામ બોલીવુડ સ્ટાર્સે લગ્નમાં દિલ ખોલીને ગીફ્ટ પાછળ ખર્ચ કર્યો છે.. કોઇએ ફ્રાંસમાં 40 કરોડનો લકઝુરિયસ બંગલો ગીફટ કર્યો તો કોઇએ 30 કરોડની કિંમતનો હિરા અને પન્નાનો નેકપીસ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી અને દરેકે નવા પરણેલા વર-કન્યાને લગ્નની શાનદાર ભેટ આપી હતી. તો ચાલો અમે તમને જણાવીએ કે આ લગ્નમાં આવેલા બોલિવૂડના લોકોએ લગ્નમાં અંબાણી પરિવારના નાના પુત્ર અને નાની વહુને કઈ ખાસ ભેટ આપી હતી
- Advertisement -
શાહરૂખ ખાન
શાહરૂખ ખાન પત્ની ગૌરી અને બન્ને બાળકો સાથે લગ્નમાં શામેલ થયા હતા.. રિપોર્ટસનું માનીએ તો શાહરૂખે અનંત-રાધિકાને ફ્રાંસમાં 40 કરોડનો લકઝુરિયસ બંગલો ગીફ્ટ કર્યો છે.
સલમાન ખાન
- Advertisement -
સલમાન ખાન પોતાના આગવા અંદાજમાં અનંત-રાધિકાના લગ્નમાં શામેલ થયા હતા. સલમાને 15 કરોડ રૂપિયાની સ્પોર્ટસ બાઇક ગીફ્ટમાં આપી છે
બચ્ચન પરિવાર
અંબાણી પરિવારના આમંત્રણ પર અમિતાભ બચ્ચન તેમના આખા પરિવાર સાથે લગ્નમાં સામેલ થયા હતા. બિગ બી ઉપરાંત જયા બચ્ચન, પુત્રી શ્વેતા અને તેના પતિ નિખિલ નંદા, બાળકો નવ્યા નવેલી અને અગસ્ત્ય, અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતા. જોકે, ઐશ્વર્યા પરિવાર સાથે જોવા મળી ન હતી. જો અહેવાલોનું માનીએ તો, બચ્ચન પરિવારે કન્યા રાધિકા મર્ચન્ટને રૂ. 30 કરોડની કિંમતનો હીરા અને પન્નાનો નેકપીસ ભેટમાં આપ્યો છે.
રણબીર-આલિયા
આ લગ્નમાં આલિયા ગુલાબી રંગની ખુબજ સુંદર સાડી પહેરીને પહોંચી હતી જ્યારે રણબીર કપૂર ક્રીમ રંગની શેરવાની પહેરીને પહોંચ્યો હતો. રિપોર્ટ અનુસાર બન્નેએ અનંત અને રાધિકાને 9 કરોડની મર્સિડિઝ કાર ગીફ્ટમાં આપી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા- કિયારા
આ લગ્નમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ખુબ જ સજીધજીને પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ 25 લાખની કિંમતની હાથથી બનાવેલી શાલ ભેટમાં આપી હતી.
અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ અનંત અને રાધિકાને તેમના લગ્નમાં 60 લાખ રૂપિયાની સોનાની પેન ગિફ્ટ કરી છે.
કૈટરીના-વિકી કૌશલ
કેટરિના કૈફ બ્રાઈટ રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વિકી કૌશલ હળવા રંગની શેખીખોર શેરવાનીમાં આવ્યો હતો. રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ 19 લાખ રૂપિયાની સોની ચેન ગિફ્ટ કરી છે.
દિપિકા પાદુકોણ- રણવીર સિંહ
છેલ્લે વાત કરીએ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની. લગ્નમાં પ્રેગનેન્ટ દીપિકા રેડ કલરનો સૂટ પહેરીને પહોંચી હતી, જ્યારે રણવીર આખા ફંક્શનમાં જોરશોરથી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જો રિપોર્ટ્સનું માનીએ તો બંનેએ 20 કરોડ રૂપિયાની કસ્ટમાઈઝ્ડ રોલ્સ રોયસ કાર ગિફ્ટ કરી છે.