વ્હાઇટ હાઉસમાં બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેઈનના ડેમોક્રેટિક ગવર્નર જેનેટ મિલ્સ વચ્ચે ઝઘડો થયો હતો. બંને નેતાઓ વચ્ચેની આ ચર્ચા સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓને લઈને થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નર મિલ્સને ચેતવણી આપી હતી કે જો આ તેઓ એક્ઝિક્યુટિવ ઓર્ડરનું પાલન નહીં કરે તો તેમને કોઈ ફેડરલ ફંડ પ્રાપ્ત થશે નહીં.’ જેના જવાબમાં મિલ્સે આ મામલો કોર્ટમાં લઈ જવાનું કહ્યું હતું.
સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડર મહિલાઓને લઈને થઈ તુ તુ મેં મેં
- Advertisement -
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગવર્નર મિલ્સ સાથે વ્હાઇટ હાઉસ ખાતે ગવર્નરોની દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ટ્રમ્પ અને મિલ્સ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ટ્રમ્પે મિલ્સને ફેડરલ ફંડ રોકવાની ધમકી આપી હતી. તેમજ ટ્રમ્પે મિલ્સને પૂછ્યું- ‘શું તમે આનું પાલન નહીં કરો?’ જવાબ આપતાં મિલ્સે કહ્યું કે, ‘હું રાજ્ય અને સંઘીય કાયદાઓનું પાલન કરું છું.’
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘સારું. અમે જ ફેડરલ કાયદો છે. તમે તેને અનુસરો તો જ સારું છે, કારણ કે જો તમે તેનું પાલન નથી કરતા તો તમને કોઈ ફેડરલ ફંડ નહીં મળે. લોકો નથી ઇચ્છતા કે મહિલાની રમતો પુરુષો રમે, ભલે તેઓ અમુક અંશે ઉદાર હોય. તેથી તમે તેને વધુ સારી રીતે અનુસરો નહીં તો તમને કોઈ ફેડરલ ફંડ મળશે નહીં.
- Advertisement -
મેઈનના ગવર્નર જેનેટ મિલ્સે કહ્યું, ‘અમે તમને કોર્ટમાં મળીશું.’
ગવર્નરની વાત પર ટ્રમ્પે કહ્યું, ‘ઠીક છે, હું તમને કોર્ટમાં પણ મળીશ. હું તેની રાહ જોઈ રહ્યો છું. તે ખરેખર ખૂબ જ સરળ રહેશે અને ગવર્નર બન્યા પછી તમારા જીવનનો આનંદ માણો કારણ કે મને નથી લાગતું કે તે પછી તમે ઇલેક્ટેડ પોલિટિક્સમાં રહેશો.’ વ્હાઇટ હાઉસે ટ્રમ્પ અને મિલ્સ વચ્ચેની ચર્ચા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.