-તાલિબાનની મહિલા અધિકાર પર વધુ એક તરાપ
-વિદેશી સરકારો અને સંયુકત રાષ્ટ્રે તાલિબાન સરકારના મહિલા વિરોધી પગલાની નિંદા કરી
- Advertisement -
અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરી સતા સંભાળ્યા બાદ ખાસ કરીને મહિલાઓનું જીવન દોજખભર્યુ બન્યું છે. તાજેતરમાં તાલિબાન સતાધીશોએ બાળકોઓને 3 ધોરણ પછી ભણવા પર પ્રતિબંધ લાદયો છે. ધો. 3 કે 10 વર્ષ પછી બાળકીને સ્કુલે જવા પર રોક લગાવી મહિલાઓના અધિકારીઓ પર તરાપ મારી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાં તાલિબાન શાસિત શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ સ્કૂલ અને અલ્પકાલિક પ્રશિક્ષણ કાર્યક્રમોના મુદ્દાઓ સૂચિત કર્યા છે. જે મુજબ 10 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓને પ્રાથમિક સ્કૂલમાં ભણવા માટે મંજૂરી આપવામાં ન આવે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાંક વિસ્તારોમાં પ્રચાર અને માર્ગદર્શન મંત્રાલય જેને પહેલા મહિલા બાબતોના મંત્રાલય તરીકે ઓળખવામાં આવતું હતું
તેમણે છોકરીઓના સ્કૂલના નવા નિયમ જાહેર કરતા ત્રીજા ધોરણથી આગળ ભણતી કોઈ પણ મહિલા છાત્રોને ઘરે મોકલવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.ગત વર્ષે ડિસેમ્બરમાં તાલિબાન અધિકારીઓએ શૈક્ષેણિક સંસ્થાઓમાં મહિલાઓ પર પ્રતિબંધ લગાડવાની જાહેરાત કરી હતી, જેની વિદેશી સરકારો અને સંયુક્ત રાષ્ટ્રએ વ્યાપક નિંદા કરી હતી. ઉચ્ચ શિક્ષણ મંત્રી નેદા મોહમ્મદ નદીમે ગત વર્ષે પણ તમામ સરકારી અને ખાનગી વિશ્વવિદ્યાલયને લખેલા એક પત્રમું કહ્યું હતું- તમામ લોકોને સૂચિત કરવામાં આવે છે કે આગામી સુચના ન આવે
- Advertisement -
ત્યાં સુધી મહિલાઓના શિક્ષણને સસ્પેન્ડ કરવા માટે ઉલ્લેખિત આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે. તાલિબાને એવો દાવો કરતા પ્રતિબંધ લગાવ્યો કે મહિલા છાત્રાઓએ કડક ડ્રેસ કોડ અને વિશ્વવિદ્યાલય પરિસરમાં આવવા-જવા માટે એક પુરુષ સંબંધી સાથે હોવો જરુરી છે. આઉટલેટના જણાવ્યા મુજબ મોટા ભાગની કોલેજ અને વિશ્વવિદ્યાલયોએ પહેલેથી જ લિંગ વિશિષ્ટ પ્રવેશ દ્વારા, કક્ષાઓ અને નીતિઓ લાગુ કરી દીધી છે, જેમાં માત્ર વૃદ્ધ પુરુષ કે મહિલા પ્રોફેસરોને મહિલા છાત્રોને ભણાવવાની મંજૂરી આપી છે.