ઈમરાને શાહબાઝ શરીફની આર્થિક નીતિઓને બકવાસ ગણાવી
પાકિસ્તાનનું વિદેશી મુદ્રા સતત ઘટી રહ્યું છે અને આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોટી ચેતવણી આપી છે. ઈમરાને દેશની ગઠબંધન સરકારને ફટકાર લગાવી છે અને પીએમ શાહબાઝ શરીફની આર્થિક નીતિઓને બકવાસ ગણાવી છે. ઈમરાને કહ્યું છે કે જો દેશને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (ઈંખઋ) પાસેથી જલ્દી લોન નહીં મળે તો તે ડિફોલ્ટ થઈ શકે છે. ઈમરાને પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઙઝઈં)ના કાર્યકરોને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું હતું કે દેશ પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને તેને વહેલી તકે આઈએએફની મદદની જરૂર છે. ઈમરાનની આ ચેતવણીને પીએમના પૂર્વ વિશેષ સલાહકાર ડો.સાનિયા નિશ્તારનું સમર્થન પણ મળ્યું છે.
- Advertisement -
લાખો નાગરિકોએ દેશ છોડ્યો
ઈમરાને પાકિસ્તાન પીપલ્સ લીગ-નવાઝ (ઙખક-ગ) ગઠબંધન સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી છે. ઈમરાને કહ્યું હતું કે, ખરાબ નીતિઓને કારણે છેલ્લા સાત વર્ષમાં 7.5 લાખ પાકિસ્તાનીઓ દેશ છોડીને ભાગી ગયા છે. તેમના મતે દેશમાં ચાલી રહેલા આર્થિક સંકટને કારણે ઉદ્યોગો સતત બંધ થઈ રહ્યા છે અને સ્થિતિ ગંભીર બની રહી છે. આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધશે. પીટીઆઈ ચીફ ઈમરાને નાગરિકોને સંકટની આ સ્થિતિમાં દેશ ન છોડવાની અપીલ કરી છે.
’ભીખ માંગવા કરતાં મરવું સારું’
ઈમરાને કહ્યું હતું કે, મુશ્કેલ પરિસ્થિતિમાં દેશ સાથે મળીને લડે છે. ઈમરાને વર્ષ 2018માં દેશની સત્તા સંભાળી હતી. તે સમયે તેમણે વચન આપ્યું હતું કે તે પાકિસ્તાનને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. આ પહેલા ઈમરાને વર્ષ 2015માં મોટું નિવેદન આપ્યું હતું. ઈમરાને કહ્યું હતું કે, ’હું ભીખ માંગવા કરતાં મરવાનું પસંદ કરીશ.’ ઈમરાને કહ્યું કે તેમના જીવને પણ ખતરો છે પરંતુ તે આ મુશ્કેલ સમય પાકિસ્તાનમાં રહીને લડશે. તેમના મતે કોઈપણ આપત્તિમાંથી બહાર આવવા માટે ઉભા રહેવું અને લડવું એ એકમાત્ર રસ્તો છે.