ચૂંટણીપંચે 5 વર્ષ માટે અયોગ્ય જાહેર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ઙઝઈં) પાર્ટીને મોટો આંચકો આપતાં પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઊઈઙ) એ પીટીઆઈના વડા અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાનામાં દોષિત ઠેરવ્યા બાદ પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. શનિવારે ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે તોશાખાના ભેટની વિગતો છુપાવવા બદલ પૂર્વ વડાપ્રધાન સામે ઇસીપી દ્વારા ગુનાહીત ફરિયાદની સુનાવણી કરતી વખતે ખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી અને 100,000 રૂૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
- Advertisement -
અદાલતે તેમને જાણીજોઈને રાષ્ટ્રીય ભંડોળમાંથી લીધેલા લાભોને છુપાવીને ભ્રષ્ટાચાર કરવાના દોષિત ઠેરવ્યા હતા. કોર્ટના આદેશમાં જણાવાયું છે કે, તેમણે તોશાખાનામાંથી મળેલી ભેટની માહિતી આપતી વખતે છેતરપિંડી કરી હતી. તેમના શબ્દો ખોટા સાબિત થયા. તેમની અપ્રમાણિકતા શંકાની બહાર છે. બાદમાં ખાનની લાહોરમાં તેમના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ચુકાદામાં સંકેત આપવામાં આવ્યો છે કે ઇમરાનને બંધારણની કલમ 63(1)(વ) હેઠળ પાંચ વર્ષ સુધી કોઈપણ જાહેર હોદ્દા પર રહેવા માટે ટેક્નિકલ રીતે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.