અમેરિકી સંસદે બાઈડન તંત્રએ આ પ્રકારના અધિકાર આપ્યા છે
અમેરિકામાં નોકરી માટે જરૂરી એચ-વન બી વિસા ધારકો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. અગાઉ અમેરિકામાં અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ લે-ઓફના કારણે એચવન-બી વિસા ધારકોને પણ અમેરિકાએ બીજી નોકરી શોધવા 60+60 એટલે કે 120 દિવસનો સમય આપ્યો છે તો હવે એક અમેરિકી કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું છે કે એચવન-બી વિસા ધારકોના જીવનસાથીને કેટલીક શ્રેણીઓમાં રોજગારી (નોકરી)માં છુટ રહેશે.
- Advertisement -
અદાલતે આ માટે ઓબામા તંત્રને આ પ્રકારના એચ-વન-બી વિસા ધારકના જીવનસાથીને રોજગાર-કાર્ડ આપવા પણ આદેશ આપ્યો છે. અમેરિકી ડીસ્ટ્રીકટ જજ તાત્યા ચૂટકન એ ‘સેવ્સ-જોબ્સ’ સંગઠન દ્વારા કરાયેલી અરજી પર આ ચૂકાદો આપ્યો હતો. અગાઉ ઓબામા તંત્રએ રોજગાર ઈચ્છુક જીવનસાથીને આ પ્રકારના રોજગાર-ઓથોરાઈઝ કાર્ડ આપવાની માંગણી ફગાવતા તેની સામે અદાલતમાં અરજી થઈ હતી.
આ અરજી તો અમેરિકાની અનેક મોટી ટેક કંપનીઓએ વિરોધ કર્યો હતો. ન્યાયમૂર્તિએ કહ્યું કે અમેરિકી સંસદે આ પ્રકારના અધિકાર બાઈડન તંત્રને આપ્યા છે. હોમલેન્ડ સુરક્ષા વિભાગે પણ આ પ્રકારના રોજગાર ઈચ્છુક જીવનસાથી અને આશ્રીતોને પણ રોજગારની છૂટ મળી છે.