– તમામ ઇજાગ્રસ્તને 2 લાખ ચૂકવવા નિર્દેશ
મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે ઓરેવા કંપનીને દરેક મૃતકોના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ 10 લાખ ચૂકવવા આદેશ આપ્યો છે.
- Advertisement -
મોરબી પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે તમામ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. તો દરેક ઈજાગ્રસ્તોને રૂ.2 લાખ ચૂકવવા પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળીને હાઈકોર્ટે આ આદેશ કર્યો છે.