હયાતીની ખરાઈ 30 જુલાઈ સુધીમાં કરાવી લેવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબી શહેર વિસ્તારમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ સહાય મેળવતા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, યોજના હેઠળ સહાય મેળવનાર લાભાર્થીઓએ દર વર્ષે પોતાની હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે.
- Advertisement -
શહેરી વિસ્તારના લાભાર્થીઓએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ ખાતે રૂબરૂ હાજર રહેવું પડશે.
હયાતીની ખરાઈ માટે જરૂરી આધાર પુરાવા
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના સહાયના હુકમની નકલ
ઓળખકાર્ડ તરીકે આધારકાર્ડની નકલ
બેંક પાસબુક