કૌશિક ગોંડલીયા
દશેરાએ મૂળ સંસ્કૃત શબ્દ છે જે દશા અને હાર પરથી બનેલો છે જેનો અર્થ થાય છે સુર્યની હાર, જો ભગવાન શ્રી રામે રાવણનું વધ ના કર્યું હોત તો સુર્ય હમેંશા માટે અસ્ત થઈ જાત અને અંધારપટ છવાઇ ગયો હોત
- Advertisement -
ભગવાન શ્રીરામે રાવણનું વધ કર્યું તેના કારણેથી દશેરાનો આ તહેવાર ઉજવવામાં આવે છે પરંતુ દશેરાની સાથે ઘણી એવી રસપ્રદ અને અજાણી વાતો જોડાયેલી છે જેના વિશે ની માહિતી અહીં દર્શાવવામાં આવી છે.
-દશેરા એ મૂળ સંસ્કૃત શબ્દ છે જે દશા અને હાર પરથી બનેલો છે જેનો અર્થ થાય છે સુર્યની હાર. જેથી કહેવાય છે કે જો ભગવાન શ્રી રામે રાવણનું વધના કર્યું હોત તો સુર્ય હમેંશા માટે અસ્ત થઈ જાત અને અંધારપટ છવાઇ ગયો હોત.
-દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે દસમાં દિવસનો વિજય. માં દુર્ગાએ દસમાં દિવસે મહિષાસુર રાક્ષશ નો વધ કર્યો હતો. મહિષાસુર એ અસુરોનો રાજા હતો જે નિર્બળ લોકો પર અત્યાચાર કરતો હતો અને પ્રજા ને કષ્ટ આપતો હતો.
મહિષાસુર અને દુર્ગા વચ્ચે દસ દિવસ સુધી યુદ્ધ થયું હતું અને દસમા દિવસેમાં દુર્ગા એ મહિષાસુર નો વધ કરીને વિજય હાંસલ કર્યો હતો.
-એવી માન્યતા છે કે માં દુર્ગા નવરાત્રી ના સમય દરમ્યાન પોતાના પિયર માં આવે છે અને દસમાં દિવસે તેમની વિદાય હોય છે જેથી તેમને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.
-શ્રીરામે રાવણના દસ માથાનું વધ કર્યું હતું જેના પ્રતીકરૂપે પોતાના અંદર રહેલી દસ બુરાઈ ને ખતમ કરવા સાથે જોડવામાં આવે છે. પાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, ઘમંડ, ઈર્ષ્યા, સ્વાર્થ, અંહકાર, અમાનવતા આ દસ બુરાઈઓ છે.
-સૌ પ્રથમ વાર દશેરાની ઉજવણી 17મી સદીમાં મૈસુરના રાજાના રાજમાં કરવામાં આવી હતી.
-આ તહેવાર માત્ર ભારતમાં જ નહિ પરંતુ બાંગ્લાદેશ અને નેપાળમાં પણ ઉજવવામાં આવે છે.
-મલેશિયામાં દશેરાના દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.
-રાવણને મારવા માટે શ્રીરામેમાં દુર્ગાની પૂજા કરી હતી અને જેના આશીર્વાદના સ્વરૂપમાંમાં એ રાવણને મારવા માટેનું રહસ્ય જણાવ્યું હતું.
-અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી
દશેરાની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ?
દશેરાના તહેવાર સાથે અસંખ્ય યુગોના અસંખ્ય પ્રકારના આર્યપુરૂષાર્થના વિજયો સંકળાયેલા છે. દેવી શક્તિ જગદંબા અને મહિષાસુરની સેના વચ્ચે આસો સુદ એકમથી દશમી સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને દશમીએ મહિષાસુર અને રાક્ષસસેનાનો સંહાર થયો, જગદંબાનો વિજય થયો. વિજયની આવી અનેક કથાઓ છે. રામે પણ દશમીએ રાવણ ઉપર વિજય મેળવ્યો. વિજયનો આ ઉત્સવ નવરાત્રિ-વિજયાદશમી (દશેરા) રૂપે ઉજવવા લાગ્યા.
દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કેમ કરવામાં આવે છે?
રામની સેનાએ વિજયદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો. આ સંદર્ભમાં દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ.
દશેરા પર ફાફડા-જલેબી ખાવાની શરૂઆત કેવી રીતે થઈ?
રાવણનો રામ સેના દ્વારા સંહાર થતાં, રાવણના સદગુણી ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખવડાવેલાં, એવી લોકમાન્યતા છે. વિભીષણ તો રામનો પરમ ભક્ત હતો. તેથી જ રામના વિજયને વધાવવા એણે ફાફડા-જલેબી મિષ્ટાન વગેરે રામસેનાને ખવડાવ્યાં, આનંદ-પ્રમોદ કર્યો.
દશેરાના દિવસે વાહનોની ખરીદી શા માટે કરવામાં આવે છે?
દશેરા એટલે વિજયાદશમી. વિજયાદશમી તો વણજોયું ઉત્તમ મુહૂર્ત (શુભસમય-દિવસ) ગણાય છે. એટલે આવા શુભ મુહૂર્તે અત્યારે મોંઘા વાહનો (ગાડી, કાર, ટ્રેક્ટર, રીક્ષા વગેરે) ખરીદાય છે. વળી દશેરાના વિજયાદશમીના દિવસે રથ-ઘોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂંથાયેલી છે. એટલે જ આ દિવસે રથ, ઘોડા વગેરે દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે.
- Advertisement -
દશેરાના દિવસે વાહનો અને શાસ્ત્રોની પૂજા શા માટે કરાય છે?
દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ, આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું. તેથી આજે પણ કેટલેક સ્થળે લોકો ગામનો સીમાડો ઓળંગે છે. રાજાઓના કાળમાં આ દિવસે કોઈ રાજા સીમા ઓળંગીને શત્રુ તરફ પ્રસ્થાન કરે, એવી પરંપરા હતી. આ સંદર્ભમાં આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો, ઘોડા, વાહનો વગેરેની પૂજા થાય છે. મરાઠાઓ અને રાજપૂતો વાહનો-શસ્ત્રો વગેરેની પૂજા કરીને શત્રુના પ્રદેશ ઉપર ચઢાઈ કરતા શસ્ત્રાસ્ત્ર સજ્જ કરી, હાથી-ધોડાની સવારી નીકળતી, ધોડાદોડની સ્પર્ધાઓ પણ થતી. આ સંદર્ભમાં બહુચરાજી વગેરે સ્થાનકોએ દશેરાના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવીને એમની ભવ્ય સવારી સીમા ઓળંગી, ગામ બહાર શમીવૃક્ષનું પૂજન કરવા જાય છે. માતાજીના હાથોમાં પણ શસ્ત્રો છે. એ શસ્ત્રોથી એમણે રાક્ષસોનો સંહાર કરેલો. આ સંદર્ભમાં પણ વિજ્યાદશમીએ શસ્ત્રોની પૂજા થાય છે.