ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન શરૂૂ કરીને રાજ્યના નાગરિકોને સ્વસ્થ અને ફિટ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મેદસ્વિતા (ઓબેસિટી) પ્રત્યે જાગૃતિ લાવવી અને લોકોને સંતુલિત આહારશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો છે. સંતુલિત આહાર માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને એકંદરે જીવનશૈલીને પણ સુધારે છે.
સંતુલિત આહારશૈલી એટલે શરીરને જરૂૂરી પોષક તત્વોનું સંતુલન. દરરોજના ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ કરવો જરૂૂરી છે.
લોકોને ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સંતુલિત આહાર શરીરનું વજન નિયંત્રણમાં રાખવા સાથે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય જીવનશૈલી સંબંધિત રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સંતુલિત આહારશૈલી અપનાવવી એટલે માત્ર શરીરને સ્વસ્થ રાખવું નહીં, પરંતુ જીવનમાં ઉત્સાહ અને ઉર્જા ભરવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન રાજ્યના દરેક નાગરિક સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
નિયમિત કસરત, પૌષ્ટિક આહાર અને જાગૃતિ દ્વારા આપણે ગુજરાતને મેદસ્વિતા મુક્ત અને સ્વસ્થ બનાવી શકીએ છીએ. ચાલો, આજે જ સંકલ્પ લઈએ અને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ.