બદામ અને અખરોટના ભાવમા ઉછાળો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ડ્રાયફ્રુટનુ નામ સાંભળતા જ સ્વાદપ્રિય લોકોના મોં મા પાણી આવી જતુ હોય છે, ઉપરાંત સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ આ અતિ ઉપયોગી વસ્તુ મનાય છે.પરંતુ હાલ અમેરિકા દ્વારા ભારત પર ટેરીફ વધુ લગાવવાના કારણે ખાસ બદામ અને અખરોટ પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.
- Advertisement -
જૂનાગઢની ડ્રાઇફ્રૂટ બજારમા બદામના ભાવ અમેરિકા દ્વારા ટેરીફમા વધારો ઝીંક્યા પૂર્વે પ્રતિ કિલો 750 થી 800 સુધીના હતા, તેમા હાલ પ્રતિ 50 નો નોંધાયો છે. જ્યારે સાઉથ અમેરિકાના ચિલ્લે દેશમાથી અહી અખરોટની મોટાભાગની આયાત કરાય છે. ત્યારે જે અખરોટના ભાવ પ્રતિ કિલો ભાવ 650 થી 700 રૂપિયાના હતા તેમા 200 નો વધારો જોવા મળી રહ્યો છે.જેને લઈને આ બંને વસ્તુઓના ભાવમા વધારો સામાન્ય લોકોનુ બજેટ બગાડી શકે છે.
આ અંગે દયાબેન પટેલ નામના ગ્રાહકે જણાવ્યુ હતુ કે મોંઘવારીના મારથી લોકો પહેલેથી જ ત્રસ્ત છે અને બદામ જેવી જરૂરી ચીજવસ્તુના ભાવમા વધારો થતા લોકોની મુશ્કેલીમા ફરી એક વખત વધારો થયો છે.
મહત્વનુ છે કે જૂનાગઢના ડ્રાયફ્રુટના મોટાભાગના વેપારીઓ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હાલથી જ ખરીદી શરૂ કરી દેતા હોય છે જેમા અમેરિકા દ્વારા વધુ ટેરીફના વલણના કારણે બદામ અને અખરોટ પર તેની મોટી અસર જોવા મળી રહી છે.જૂનાગઢની બજારમા એકંદરે ડ્રાયફ્રૂટના વેપારનુ વાર્ષિક ટન ઓવર 26 કરોડનુ છે. આ અંગે ડ્રાયફ્રૂટના વેપારી મિલન વસાણીએ કકહેલ કે ટેરીફને લઈને અમેરિકા દ્વારા કોઈ ઢીલી નિતી નહી અપનાવાઈ તો આ બંનેના ભાવમા ઘટાડાની હાલ શક્યતા ઓછી છે.વધુમાં તેઓએ જણાવેલ કે છેલ્લા પાંચ દાયકા થી વધુ સમયથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે.