ટ્રમ્પના ટેરિફ બોંબથી દુનિયાભરનાં શેરબજારો ધ્રુજયા
સેન્સેકસમાં પ્રારંભિક 800 પોઈન્ટના કડાકા બાદ મોટી વધઘટ: સોનાનો ભાવ 95000ની નજીક
- Advertisement -
ભારત પર 26 ટકા સહિત અમેરિકાએ દુનિયાભરનાં દેશો પર રેસીપ્રોકલ ટેરીફ લાદવાની જાહેરાત કરતાં વિશ્વભરનાં શેરબજારોમાં કડાકો સર્જાયો છે. ભારતીય માર્કેટમાં પણ મંદી થવા છતાં પ્રમાણમાં અસર ઓછી હતી. સોનામાં તેજી આગળ ધપવા સાથે નવો ઉંચો ભાવ થયો હતો. અમેરિકી ટેરીફની અસર હેઠળ આજે દુનિયાભરનાં શેરબજારોમાં મંદીનું મોજુ ફરી વળ્યુ હતું. જાપાનનો નિકકી 1100 પોઈન્ટ હોંગકોંગનો હેંગરેંજ 365 પોઈન્ટ ચીનનો સાંધાઈ ઈન્ડેકસ 17 પોઈન્ટ ગગડયા હતા.
પ્રિ ઓપનિંગ સેશનમાં 800 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
સેન્સેક્સની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ વૉરની અસર અહીં પણ જોવા મળી. પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં 810 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જોકે પછીથી સારી એવી રિકવરી જોવા મળી હતી. અત્યાર સુધીની માહિતી અનુસાર ગઈકાલના ક્લોઝિંગ 76617.44 બાદ આજે સેન્સેક્સ સીધો 75807.55 પર ખુલ્યો હતો. જોકે તેના બાદ રિકવરી મોડમાં સેન્સેક્સ 76268.47 પર પહોંચી ગયો હતો.
- Advertisement -
નિફ્ટીની શું છે સ્થિતિ?
જ્યારે નિફ્ટીની વાત કરીએ ગઈ કાલનું નિફ્ટીનું ક્લૉઝિંગ 23332.35 પોઈન્ટ પર રહ્યું હતું જેમાં આજે 180 જેટલા પોઈન્ટનો કડાકો બોલાઈ જતો પ્રિ ઓપનિંગ સેશનમાં નિફ્ટી ઈન્ડેક્સ 23145.80 પર પહોંચી ગયો હતો. જોકે એમાંય રિકવરી દેખાતા સમાચાર લખવામાં સુધીમાં નિફ્ટી 23240 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
અમેરિકી ઈન્ડેકસ ફયુચર પણ કડાકો સુચવતા હતા. શેરબજારનાં જાણકારોનાં કહેવા પ્રમાણે ટ્રમ્પ તંત્ર દ્વારા ભારતની નિકાસ 52 26 ટકા ટેરિફની ઘોષણા કરી દીધી છે. પરંતુ કયાં ક્ષેત્ર પર કેવી અસર થશે તેની વિસ્તૃત સમીક્ષા બાદ જ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. પ્રારંભિક રિએકશન રૂપે કદાચ આંશીક રિક્વરી હતી છતાં ટ્રેન્ડ નકકી થવામાં સમય લાગી શકે છે. આજે ઓટો મેટલ એપ્રી જેવા ક્ષેત્રોની કંપનીઓનાં શેરો દબાણ હેઠળ જણાયા હતા. પરંતુ ફાર્મા શેરોમાં તેજી હતી. ફાર્મા ક્ષેત્રને ટેરિફમાંથી બાકાત રખાયાની વાત હતી.
શેરબજારમાં પ્રારંભીક કામકાજમાં મહીન્દ્ર, મારૂતી, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટીસીએસ, અદાણી પોર્ટ, ભારતી એર ટેલ, એચસીએલ ટેકનો, ઈન્ફોસીસ, કોટક બેંક, બજાજ ઓટો જેવા શેરોમાં ગાબડા હતા.એનટીપીસી, પાવરગ્રીડ, સનફાર્મા, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ડો.રેડ્ડી, સીપ્લા, શ્રીરામ ફાઈનાન્સ, અરવિંદો ફાર્મા, લ્યુપીન જેવા શેરોમાં ઉછાળો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 296 પોઈન્ટના ઘટાડાથી 76321 હતો તે ઉંચામાં 76381 તથા નીચામાં 75807 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 71 પોઈન્ટના ઘટાડાથી 27261 હતો તે ઉંચામાં 23280 તથા નીચામાં 23145 હતો.
બીજી તરફ સોનું નવ ઊંચાઈએ પહોંચ્યુ હતું. વિશ્વ બજારમાં 3149 ડોલરની સર્વોચ્ચ સપાટી હતી. અલગ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 16 પૈસા ગગડીને 85.66 હતો.