- સમુદ્રનાં મોજા 13 ફૂટ અર્થાત 4 મીટર સુધી ઉંચા ઉઠી રહ્યા છે
કલાયમેટ ચેન્જનો દુષપ્રભાવ દુનિયાભરમાંથી રહ્યો છે અને દરીયાનાં મોજા વધુને વધુ વિકરાળ ખતરનાક બની રહ્યા હોવાનો ચોંકાવનારો નિષ્કર્ષ રીપોર્ટમાં જારી કરવામાં આવ્યો છે.
સ્ક્રીપ્સ ઈન્સ્ટીટયુશન ઓફ ઓશીયોગ્રાફીના દરીયાઈ વિમાની પીટર બ્રોઝીસ્કીની ટીમે હાથ ધરેલા અભ્યાસનાં આધારે એવુ તારણ દર્શાવ્યું છે કે પ્રશાંત મહાસાગરનાં કાંઠે મોજા વધુ વિકરાળ બની રહ્યા છે. અને 13 ફૂટ અર્થાત ચાર મીટરની ઉંચાઈ સુધીનાં મોજા ઉઠી રહ્યા હતા. ધરતીનાં વધતા તાપમાનનો આ દુષ્પ્રભાવ હોવાનું તારણ છે. 1931 નાં ભૂકંપીય રેકોર્ડનાં ઉંડાણપૂર્વકના વિશ્ર્લેષણ પરથી એવુ માલુમ પડયુ છે કે ધરતી ગરમ થવા તથા દરીયાનાં મોજા ઉંચા થવા માં ગાઢ સંબંધ છે. સમુદ્ર ગતિશીલતાં તથા તટીય ભાગોમાં જલવાયું પરિવર્તનનો વ્યાપક પ્રભાવ છે.
- Advertisement -
દરીયાઈ મોજાની ઉંચાઈમાં પરિવર્તન દર્શાવવા માટે ભૂકંપીય રેકોર્ડનાં અધ્યયનમાં વિશિષ્ઠ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી. રીપોર્ટમાં એમ કહેવાયું છે કે દરીયાઈ મોજા જયારે કાંઠા પર ટકરાય છે, ત્યારે સમુદ્રતટ મારફત ઉર્જાની પ્રતિધ્વનિ ઉત્પન કરે છે અને ત્યારે ભૂકંપીય ગતિવિધીની ઓળખ કરવા માટે તૈયાર કરાયેલા સીસ્મોગ્રાફમાં એક સંકેત મળે છે. આ સંકેતની તીવ્રતાનો સંબંધ દરીયાઈ મોજાની ઉંચાઈ સાથે હોય છે.
અભ્યાસમાં રાષ્ટ્રીય સમુદ્રી તથા વાયુમંડળીય સંચાલન (એનઓએ) દ્વારા સમુદ્રી લહેરો માપવા દરીયાકાંઠે લગાવાયેલા ગ્લાસોનાં ડેટા મેળવવામાં આવ્યા હતા તેમાં પણ સમુદ્રી મોજાની ઉંચાઈ સામાન્ય કરતા અધિક સ્તરે પહોંચ્યાનું માલુમ પડયુ હતું.
મહાસાગરોના તાપમાનમાં રેકોર્ડબ્રેક વૃધ્ધિ
વિશ્વના મહાસાગરોનાં તાપમાનમાં વધારાનો છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ પણ હવે તુટયો છે અને તાપમાન સર્વાધિક ઉંચાઈ-રેકોર્ડસ્તરે પહોંચી ગયુ છે. એક રીપોર્ટમાં એમ જણાવ્યું છે કે ચાલુ સપ્તાહમાં વિશ્ર્વનો મહાસાગરોનું સરેરાશ તાપમાન 20.96 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. આ પૂર્વે 2016 માં 20.95 ડીગ્રી તાપમાનનો રેકોર્ડ થયો હતો.સમગ્ર દુનિયાના મહાસાગરોનાં વધતા તાપમાનથી ધરતીની સપાટી પર પ્રતિકુળ પ્રભાવ પડવાની આશંકા વૈજ્ઞાનિકોએ દર્શાવી છે.
- Advertisement -