દરબારગઢ પાસે એપાર્ટમેન્ટની અગાસીએ અ ડિવિઝન પોલીસનો દરોડો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂબંધી વચ્ચે પણ જોઈએ એટલો દારૂ મળે છે અને પીવાય છે ત્યારે શહેરના દરબારગઢ ખાતે એક એપાર્ટમેન્ટની અગાસીએ મહેફિલ જામી હોવાની બાતમી આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આંગડિયા અને ઇમિટેશનના પાંચ વેપારીઓને દબોચી લઈ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
રાજકોટ એ ડિવિઝન પીઆઇ આર જી બારોટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે એમ વડનગરા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે દરબારગઢ નજીક રાધા સખી એપાર્ટમેન્ટમાં પાંચમા માળની અગાસીએ અમુક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમી આધારે લિફ્ટ વાટે અગાસીએ જઈ દરોડો પાડતા પાંચ શખ્સો મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા પોલીસે ઇમિટેશનના ધંધાર્થી હર્ષદ હરિભાઇ છાંટબાર ઉ.49, આંગડિયા પેઢી સંચાલક કૌશિક જયંતીભાઈ પટેલ ઉ.42, હસમુખ રામાભાઇ દેસાઇ ઉ. 39, પ્રવીણ પરસોતમભાઈ પટેલ ઉ.54 અને નરેન્દ્ર બાબુલાલ પટેલ ઉ.35ને સકંજામાં લઈ ત્યાંથી 300 એમએલ દારૂ ભરેલી બોટલ મળી આવતા કબજે લઈ તમામ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.