પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હજુ પણ ખરાબ
નાણાકીય વર્ષ 2024માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 3.5 ટકા રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હજુ પણ ખરાબ છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ઈંખઋ) દ્વારા રાહત પેકેજ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સ્થિતિ વચ્ચે ઈંખઋ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના ૠઉઙ એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ગ્રોથ રેટને લઈને જાહેર કરવામાં આવેલા આંકડા નિરાશા વધારનાર છે. ઈંખઋએ જીડીપી અંદાજ 2 ટકાથી ઘટાડીને 0.5 ટકા કર્યો છે. મંગળવારે જારી કરાયેલા ગ્લોબલ ઈકોનોમી આઉટલુક (ઠઊઘ)ના નવા રિપોર્ટમાં ઈંખઋ દ્વારા આ અનુમાન લગાવવામાં આવ્યું છે.
સંસ્થાએ અગાઉ અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024માં દેશનો જીડીપી વૃદ્ધિ દર 3.5 ટકા રહેશે. જ્યારે જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવેલા તેના છેલ્લા અહેવાલમાં ઈંખઋએ ૠઉઙનું અનુમાન અગાઉના 3.5 ટકાથી ઘટાડીને 2 ટકા કર્યું હતું. ઈંખઋ રિપોર્ટમાં અંદાજ છે કે, ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ઈઙઈં) દ્વારા માપવામાં આવેલ ફુગાવો જે ઋઢ2023માં લગભગ 27.1 ટકા નોંધાયો હતો. તે ઋઢ2024માં 21.9 ટકા સુધી પહોંચી જશે. આ દરમિયાન ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ 2023 અને 2024માં 2.3 ટકાથી 2.4 ટકા રહેવાનો અંદાજ છે.વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)એ પણ પાકિસ્તાનના વિકાસ દરનો અંદાજ 0.4 ટકાથી 0.6 ટકા સુધીનો આપ્યો હતો. ઈંખઋનો રિપોર્ટ આ બેંકોના અંદાજના થોડા દિવસો બાદ જ આવ્યો છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સુધરવા માટે સંઘર્ષ કરી રહી છે. જ્યારે દેશમાં મોંઘવારી એક દાયકા બાદ ઉચ્ચ સ્તરે છે. ઘણી કંપનીઓએ આર્થિક સ્થિતિને ટાંકીને કામગીરી બંધ કરી દીધી છે અથવા ઉત્પાદન ઘટાડ્યું છે. ઈંખઋ તરફથી બેલઆઉટ જાહેર કરવામાં વિલંબ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી રહ્યો છે.